રજૂઆત:વેરાવળમાં સરકાર અમને નોકરી આપોના સૂત્રોચ્ચાર સાથે ઉમેદવારોની વિશાળ રેલી

વેરાવળ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગીર-સોમનાથ કલેકટરને આવેદન પત્ર આપી રજૂઆત પણ કરવામાં આવી

ગીર સોમનાથ અનુસૂચિત જનજાતિના યુવાનોએ વિવિધ ભરતીની પરીક્ષાઓ પાસ કરી હતી પરંતુ પ્રમાણ પત્રની ચકાસણીના લીધે ઓર્ડર ન મળતાં 50 જેટલા યુવાનોએ નિમણુક આપો નિમણુક આપો ના સૂત્રોચાર સાથે રેલી યોજી કલેકટર કચેરી ખાતે યોગ્ય કરવા માંગ કરી હતી અન્યથા ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી.

જેમાં રાજ્ય સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યો છે રબારી, ભરવાડ, ચારણ સહિતના યુવાનોએ લોકરક્ષક દળ, રાજ્ય પરિવહન નિગમ, જીપીએસસી, પીજિવિસીએલ સહિતની પરીક્ષાઓ 300 જેટલા વિદ્યાર્થીઓ પાસ કરી છે પરંતુ જાતિના પ્રમાણ પત્રની ચકાસણીના બહાને 3 વર્ષથી નિમણુક આપવામાં આવતી નથી.જેથી તાત્કાલિક ધોરણે ભરતી આપવામાં આવે અથવા ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવામાં આવે તેવી યુવાનો દ્વારા માંગ કરવામાં આવી હતી. આ તકે વેરાવળ, સિડોકર, મીઠાપુર, પાલડી, તાલાલા (ગીર) ગાભા, ઉકડિયા, ગીર, બરડા, આલેચ સહિતના અનુ. જનજાતિના યુવાનો જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...