હાલાકી:ઊના તાલુકામાં 106 પ્રવાસી શિક્ષકોનો માર્ચ મહિનાનો પગાર હજુ સુધી ન થયો

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 29 માર્ચના સરકાર માંથી ગ્રાન્ટ આવી
  • 12 એપ્રિલનાં​​​​​​​ સ્થાનિક શિક્ષણ વિભાગે બીલ બનાવી તા.પં.હિસાબી વિભાગને મોકલ્યા છતાં ન ચૂકવાયો

રાજ્ય સરકાર દ્રારા શિક્ષકોની ભરતીમાં વધારો કરવાને બદલે શિક્ષકોની ઓછી ભરતી કરવામાં આવેલ અને હાલ તમામ શાળાઓમાં વધુમાં વધુ શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે. ત્યારે સરકાર દ્રારા શાળાઓમાં પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવેલ તેમાં પણ ઊના તાલુકામાં પ્રવાસી શિક્ષકોએ શાળામાં ફરજ બજાવી હોવા છતાં માર્ચ મહીનાનો પગાર હજુ સુધી ચુકવવામાં આવ્યો નથી.

હાલ શાળામાં વેકેશન પડી ગયેલ છે. અને શિક્ષકોને વેકેશન દરમ્યાન નાણાની ખુબજ જરૂરીયાત હોય ત્યારે ઊના તાલુકામાં 106 પ્રવાસી શિક્ષકોએ શાળામાં છાત્રોને શિક્ષણ આપેલ છે. આ પ્રવાસી શિક્ષકોનો માસીક પગાર રૂ.10,500 હોય ગત માર્ચ મહીનાનો પગાર વેકેશનમાં પડી ગયેલ હોય પરંતુ હજુ સુધી કરાયો નથી. 106 શિક્ષકોની રૂ.11 લાખ 13 હજારની તા.29 માર્ચ 2022ના રોજ ગ્રાન્ટ સરકારમાંથી આવી ગયેલ છે.

તા.12 એપ્રિલ 2022 સ્થાનિક શિક્ષણ વિભાગે પગાર બીલ બનાવી તાલુકા પંચાયતમાં હિસાબી વિભાગમાં મોકલી આપ્યું હોવા છતાં પણ હજુ સુધી પ્રવાસી શિક્ષકોનો પગાર થયેલ નથી. ત્યારે આ ગ્રાન્ટ અને તેના બીલો હિસાબી વિભાગને મોકલી આપેલ હોવા છતાં ક્યાં કારણોસર પ્રવાસી શિક્ષકોનો માર્ચ મહીનાનો પગાર અટકાવવામાં આવ્યો છે. આ બાબતે 106 પ્રવાસી શિક્ષકોમાં સવાલો ઉઠવા પામેલ અને તાલુકાના તમામ શિક્ષકો મુંઝવણમાં મુકાય ગયા છે.

જોવું પડશે મનેય ખ્યાલ નથી : TDO
ઊના તાલુકા પંચાયત કચેરીના ટીડીઓ એસ. બી. જાડેજાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, મારે પણ જોવુ પડશે મનેય ખ્યાલ નથી. જોઇને કઉ હશે તો પતી જાશે.

અન્ય સમાચારો પણ છે...