ગામમાં ભયનો માહોલ:અંબાળા ગામે ધોળા દિવસે પિતા અને પુત્ર પર દીપડાનો હૂમલો

ઊના21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી

ગીર ગઢડા પંથકના અંબાળા ગામે ધોળા દિવસે પિતા, પુત્ર પર દીપડાએ હુમલો કર્યાનો બનાવ બન્યો હતો અને બંન્ને ને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.આ ઘટનાને લઈ વનવિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી.

આ અંગેની જાણવા મળતી વિગત મુજબ,ગીર ગઢડા પંથકના અંબાળા ગામે ધોવાણીયા વિસ્તારમાં બપોરના સમયે દિનેશભાઇ લાખાભાઈ સોલંકી અને લાખાભાઈ સોલંકી ઓસરીમાં જમી રહ્યાં હતાં અને બાળકો બહાર રમતાં હોય અને દીપડો બહાર જોવા મળતા દિનેશભાઇ બાળકો ને બચાવવા બહાર દોડી ગયા હતા.

જો કે ખુંખાર દીપડાએ તેમના પર હુમલો કર્યો હતો આ સમયે લાખાભાઈ પુત્ર દિનેશને બચાવવા જતા તેમના પર પણ દીપડાએ હુમલો કરી દીધો હતો અને આ બન્ને ને સારવાર માટે ઊના ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને લઈ પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...