20 વર્ષ જેવા લાંબા સમયથી ઉનાના ખત્રિવાડા ગામે પસાર થતી નદી પર પુલ બનાવવા ગામ લોકોની માંગણી હોવા છતાં સરકારના વહીવટી તંત્રની લાચાર કહો કે પછી આંખ આડે કાન કરતા હોય તેવી સ્થિતી વચ્ચે ગરીબ અને પછાત વર્ગની 6 હજારની વસ્તી ધરાવતા ખત્રિવાડા ગામ બે ભાગમાં કાયમી વિખૂટા પડેલી હાલમાં રહેતા એક બીજા છેડે જવા લોકો અને વચ્ચે જીદગી જોખમમાં મૂકીને અવર જવર કરવી પડતી હોવાનું ગામ લોકોમાં અવાજ ઉઠી રહ્યો છે.
ઊનાથી 30 કિ.મી. દૂર આવેલા સનખડા ગામને અડી નજીકના ખત્રિવાડા ગામ લોકોને અવર જવર કરવા સોંદરડી અથવા રોયસા કે ઊના આવવા માટે એક ગામ બે ભાગમાં વહેચાયેલ હોય અનને બન્ને ભાગ વચ્ચે આવેલ રૂપેણ નદી ગામ લોકો માટે કાયમી સંકટ બની રહી છે. એક કિ.મી.ના અંતર વચ્ચે કાયમી સમસ્યા હલ કરવા પુલ બનાવવા 20 વર્ષથી તંત્ર અને રાજકીય પદાધિકારીઓ પાસે માંગણી કરવા છતાં ઘોર નિંદ્રામાં રહેલા તંત્રની આંખ આ ગામના વિકાસ કામ માટે ખૂલ્લી નહી હોવાનો ગામના સરપંચ અને લોકો માંથી શૂર ઉઠવા પામેલ છે.
ગામ લોકોની મુશ્કેલીએ પણ છે કે ખત્રિવાડા ગામ નજીક સનખડા મુખ્ય મથક હોય ત્યાં રોજીંદા જીવન જરૂરી વસ્તુની ખરીદી કરવા માટે લોકોને આવવું જવુ પડતુ હોય છે પણ લુણસા મંદિર સુધીનો માર્ગ નિચાણ વાળો હોવાના કારણે હોકળા પાણીથી ભરાઇ જતાં હોવાથી તે માંથી પસાર થવું મોતને નિમંત્રણ આપવા સમાન સ્થિતી રહે છે. ખત્રિવાડા ગામ એટલે નાના ગામની વસ્તી 3 હજાર અને મોટા ગામની વસ્તી 3 હજાર મળી કુલ 6 હજારની વસ્તી એક ગામના બે ભાગમાં રહેતી હોય વચ્ચેથી રૂપેણ નદી નિકળે છે.
આ નદીમાં રાવલ ડેમનું પાણી છોડવાની અને વરસાદ તેમજ ખેતરાવ પાણી ભળી જવાના કારણે રૂપેણ નદી ગાંડીતૂર બને એટલે બધુ પાણી બન્ને ગામ વચ્ચે ભરાઇ જવાના કારણે ગામ વિખૂટુ પડી જતુ હોય અને સંપર્ક વિહોણુ બની જવાથી ગામ લોકો ભય હેઠળ આવી જાય છે. અને એક ગામના બે ભાગની વસ્તીને બહાર નિકળવા કોઇજ ઉપાય નહી હોવાથી હોડીઓ મારફતે લોકોને સલામત સ્થળે કાઢવા પડે છે. આ વાસ્તવિક્તા ખૂદ ઊનાનું અને ગીર સોમનાથ જીલ્લાનું વહીવટી તંત્ર નજરે નિહાળે છે તેમ છતાં એક પુલ માટે સરકાર નાણા ખર્ચ કરવા માંગતુ નહી હોવાનો તાલ જોવા મળે છે ?.
છાત્રોએ કહ્યું : જોખમ પાર કરી શિક્ષણ લેવા જઈએ છીએ
ખત્રિવાડા ગામ બે ભાગ વચ્ચે સામસામે કાંઠે આવેલ છે. બન્ને કાંઠા પર 6 હજાર લોકો વસવાટ કરે છે. નાના ખત્રિવાડામાં સ્કુલ નહી હોવાથી 250 જેટલા છાત્રો કાયમી માટે રૂપેણ નદીમાંથી જાનને જોખમમાં મૂકી મોટા ખત્રિવાડા ગામે પ્રા.શાળામાં અભ્યાસ અર્થે જાય છે. જે દિવસે નદીમાં પાણીની આવક વધારે હોય અથવા ઉપરવાસ વરસાદના કારણે રાવલ ડેમનું પાણી છોડવામાં આવે એ દિવસોમાં શાળામાં જવાનું બંધ થઇ જાય છે. તેના કારણે બાળકોના અભ્યાસ પર ઘણી મોટી અસર પડે છે. માધ્યમિક શાળામાં અભ્યાસ કર્તા બાળકોને સનખડા આવવું પડે છે. અને ત્યાં પણ નિચો રસ્તો હવાથી હોકળામાં કમર ડુબ પાણી ભરાતા હોવાથી મુશ્કેલી અનુભવવી પડે છે.
સમસ્યાનો ઉકેલ આવશે ? : સરપંચ
છેલ્લા 15 વર્ષ જેવા લાંબા સમયથી તા.પંચાયત અને ગામ પંચાયતમાં કાળુભાઇ શિયાળ અને હાલમાં સરપંચ પદે પુત્ર જીતેન્દ્રભાઇ કાળુભાઇ શિયાળ સત્તા સ્થાને હોય તેમણે આ ગામના વિકાસ માટે વહીવટી તંત્ર અને પદાધિકારી સામે રોષ વ્યક્ત કરતા જણાવેલ કે 20 વર્ષથી લોકોનું જીવન બરબાદ થાઇ છે. નવી પેઢી શિક્ષણની ચિંતા વ્યક્ત કરતા કહે છેકે બે કાંઠા વચ્ચે પસાર થતી રૂપેણ નદી પર પુલ બાંધવાની માંગણી છે તેમ છતાં રજુઆત બેરાકાને અથડાઇ રહી છે. અને કોઝવે બાંધેલ હોય તે ધોવાણ થઇ ગયેલ છે. અને ચોમાસાના પાણી કોઝવે પરથી પસાર થતા હોવાથી ત્યાથી પસાર થવું એ મોતને હાથમાં લેવા જેવી સ્થિતી પેદા થઇ રહી છે. ખત્રિવાડા ગામ લોકો માટે સનખડા થી ખત્રિવાડા તેમજ સોંદરડીથી ખત્રિવાડા વચ્ચે પુલ બાંધવામાં આવે તોજ ખત્રિવાડા ગામ લોકોને સાચી આઝાદી મળી ગણાશે.
લોકો બિમાર પડે તો 108 એમ્બ્યુલન્સ પણ નથી જતી
ખત્રિવાડા ગામ લોકોના જણાવ્યા મુજબ નાના ખત્રિવાડામાં ચોમાસા અથવા વાવાઝોડા કે કુદરતી આફતો વખતે રૂપેણ નદીમાં પાણીનો ધોધ વધુ પડતો હોવાથી રસ્તા બંધ થઇ જવાના કારણે બિમાર લોકો તેમજ ડિલેવરી કે અન્ય રીતે આકસ્મિત સમયે સંકટ ઉભુ થાઇ છે. આવા સમયે લોકોએ જીવ જોખમે મૂકી હોડી અથવા બળદ ગાડામાં બિમાર લોકોને નદી પસાર કરી સનખડા અથવા સીમર હોસ્પીટલ સુધી દર્દીને મહામુસીબતે પહોચાડવા પડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.