રાજ્યની એકમાત્ર વેરાવળમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં જોબ ફેરનું આોજન કરવામાં આવ્યું હતું. આ જોબ ફેરમાં વડોદરા, અમદાવાદ સહિતના શહેરોની સંસ્થાઓએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીના 20 વિદ્યાર્થીઓ નોકરી માટે પસંદ થયા છે. જ્યારે બાકીના વિદ્યાર્થીઓ આગળની પ્રક્રિયા માટે પસંદ થયા હોવાનું જાણવા મળ્યું છે.
ગીર સોનાથના વેરાવળમાં કાર્યરત રાજ્યની એકમાત્ર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે પ્લેસમેન્ટ કમિટી દ્વારા જોબ ફેરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અનેક સંસ્થાઓએ ભાગ લીધો હતો. સંસ્કૃત યુનિવર્સિટીના 63 વિધાર્થીઓએ આ જોબ ફેરમાં ભાગ લીધો હતો. તે પૈકી 20 વિદ્યાર્થીઓ નોકરી માટે પસંદગી પામ્યા છે, જયારે બાકીના વિદ્યાર્થીઓ આગળની પ્રક્રિયા માટે પસંદ થયા હોવાનું જાણવા મળ્યું છે.
જગવિખ્યાત સોમનાથ મહાદેવના સાનિધ્યે વેરાવળમાં કાર્યરત રાજ્યની એકમાત્ર સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા સંસ્કૃત ભાષા પ્રત્યે લોકોમાં રુચિ કેળવાય, વધુને વધુ વિદ્યાર્થીઓ સંસ્કૃત પ્રત્યે આકર્ષાય, સંસ્કૃત ભાષામાં જોડાયેલી જ્ઞાન-વિજ્ઞાન પરંપરાનો લાભ દરેકને મળી રહે તેવા ઉદ્દેશ્યને પરિપૂર્ણ કરવા અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. જે અંતર્ગત યુનિવર્સિટી કેમ્પસમાં જ અભ્યાસ કરતી વખતે વિવિધ પ્લેસમેન્ટની તક પણ વિદ્યાર્થીઓને પૂરી પાડવામાં આવે છે. જે મુજબ તાજેતરમાં યુનિવર્સિટી કેમ્પસમાં પ્લેસમેન્ટ કમિટી દ્વારા જોબ ફેરનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં યુનિવર્સિટીના કુલપતિ ડૉ.લલિતકુમાર પટેલ સંરક્ષક તરીકે ઉપસ્થિત રહ્યાં હતા.
આ જોબ ફેરમાં કેમ્પસ પ્લેસમેન્ટમાં (1) વૈશ્વિક જ્ઞાન ગંગા સેવા ટ્રસ્ટ, વડોદરા (2) આચાર્ય શ્રી કૈલાસ સાગર સૂરી જ્ઞાન મંદિર, કોબા, અમદાવાદ (3) કૌશલ્યા આર્યકુલમ, છોટા ઉદેપુર, (4) શિશુમંદિર ઈન્ટરનેશનલ સ્કુલ, વેરાવળ સહિતની મુખ્ય સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ જોબ ફેરમાં કુલ 63 વિદ્યાર્થી / શોધાર્થીઓએ રજીસ્ટ્ર્રેશન કરાવ્યુ હતુ. તે પૈકી 20 વિદ્યાર્થીઓ નોકરી માટે પસંદગી પામ્યા હતા. આ ઉપરાંત 30 જેટલાં વિદ્યાર્થીઓને બીજા તબક્કાની પ્રક્રિયા માટે પસંદ કરવામાં આવ્યા છે. આમ, 80 % જેટલું કેમ્પસ ઈન્ટરવ્યુ સફળતાપૂર્વક પૂર્ણ થયુ હોવાનું યુનિવર્સિટીના અધિકારી ડો.કાર્તિક પંડયાએ જણાવ્યુ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.