ફફડાટ:જરગલી ગામે સાવજે 30 દિ’માં 5 પશુનાં મારણ કર્યા

ઊના22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વન્યપ્રાણીઓ રહેણાંક વિસ્તારમાં પહોંચતા ભય

ગીરગઢડાના જરગલી ગામે છેલ્લા એક માસથી વન્યપ્રાણી સિંહ દિપડાની રંજાડ હોય અને અવાર નવાર ગામમાં રહેણાંક વિસ્તાર સુધી પહોચી જાય છે. ત્યારે ગત રાત્રીના બાર વાગ્યાની આસપાસ જરગલી ગામે નવા સ્વામી મંદિરના પાછળના ભાગે સાવજ આવી ચઢ્યો હતો અને ગામમાં એક વાછડીને નિશાન બનાવી હુમલો કરી મારણ કરેલ અને બાદમાં આખીરાત મિજબાની માણી હતી. વહેલી સવારે ફરી ગીર તેમજ વાડી વિસ્તારોમાં ચાલ્યો ગયો હતો. છેલ્લા એક માસમાં 5 જેટલા પશુઓ વાછરડી, ગાય, બળદનાં મારણ કર્યા છે. વનવિભાગ દ્રારા વન્યપ્રાણીઓને દૂર ખસેડવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...