સોમનાથ સાનિધ્યે આજે આંતરરાષ્ટ્રિય પતંગોત્સવ યોજાનાર છે.જેની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ સોમનાથના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાનાર પતંગોત્સવમાં 16 દેશના 41 તેમજ 7 રાજ્યના 18 પતંગવીરો ભાગ લેશે.
જેમાં ઈન્ડોનેશિયા, ઇઝરાયલ, લેબનોન, લીથુઆનિયા,મલેશિયા, મોરેશિયસ, મેક્સિકો, મોરોકો, નેપાળ, નેધરલેન્ડ, ફિલિપાઇન્સ, પોલેન્ડ, પોર્ટુગલ, સાઉથ આફ્રિકા, સ્લોવેનિયા સહિતના 18 દેશ અને રાજસ્થાન, સિક્કિમ, મધ્યપ્રદેશ, પોંડિચેરી, તેલંગણા, કર્ણાટક, ઓડિસા મળીને ભારતના 7 રાજ્યના 59 પતંગવીરો પોતાની પતંગના પેચ લડાવશે.આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં જોડાવવા લોકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.ઉપરાંત જિલ્લા કલેકટર આર.જી.ગોહિલે તમામ લોકોને ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવા પણ અનુરોધ કર્યો છે.
કાર્યક્રમ પૂર્વે જ બેનર ફાટેલા જોવા મળ્યા !
આંતરરાષ્ટ્રિય કક્ષાનો પતંગોત્સવ સોમનાથ સાનિધ્યે થઈ રહ્યો છે.ત્યારે બહોળી પ્રસિદ્ધિ કરવા વિવિધ જગ્યાઓએ બેનર પણ લગાડવામાં આવ્યા છે ત્યારે રેલ્વે સ્ટેશનથી સોમનાથ જવાના રસ્તે લગાડવામાં આવેલ બેનર ફાટેલી હાલતમાં જોવા મળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.