સારવાર:વેરાવળમાં ખુંટીયાએ વકીલને ઢીંક મારતાં હાથમાં ફેકચર થઈ ગયું

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા સારવાર માટે હોસ્પિટલે લઈ જવાયા, તંત્ર રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ અપાવે

વેરાવળ શહેરમાં ખુંટીયાએ ઢીંક મારતા યુવાનને હાથમાં ફેકચર તેમજ શરીરના ભાગે ઈજાઓ પહોંચી હતી. આ અંગેની મળતી વિગત મુજબ વેરાવળ શહેરમાં દિવસે દિવસે રખડતા પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. તેનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વેરાવળના યુવા એડવોકેટ દિલીપ વ્યાસને ખુંટિયાએ ઢીક મારી ઉડાડતા હાથમા ફેકચર, શરીરમા ઇજાઓ અને ટાંકાઓ આવતા થયા ઇજાગ્રસ્ત થયા હતા.

અવારનવાર રખડતા ઢોરના લીધે વેરાવળમા છાસવરે આવા બનાવો બને છે. જેેની તંત્રને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...