સફળ સારવાર:વેરાવળમાં 5 વર્ષનો બાળક 2 ઓપરેશન બાદ સ્વસ્થ થયો

વેરાવળ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગીમાં 5 લાખનો ખર્ચ થતો હોય છે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ ફ્રી સારવાર લીધી

વેરાવળના 5 વર્ષીય બાળકે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યકમના લાભ હેઠળ સારવાર મેળવી હતી અને તે ઇશ્વેંમીક હાર્ટ ડીસીસ થી સ્વસ્થ થયો હતો.આ બીમારી એક હજારે 8 થી 10 બાળકોમાં જોવા મળે છે. આ બીમારીને સરળ ભાષામાં હદયમાં કાણું હોવા તરીકે ઓળખાઇ છે.

કાર્તિકના પિતા જેન્તીભાઈ દારીયાએ જણાવ્યું હતું કે આંગણવાડીમાં આવેલી તબીબોની ટીમે નિદાન કરવા કહ્યું હતું બાદમાં તપાસ થયા બાદ અમદાવાદ યુ.એન મહેતાં હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું હતું.ત્યારબાદ દોઢ વર્ષના સમયગાળા માં ફરી ઓપરેશન કરાયું હતું બંન્ને ઓપરેશન બાદ કાર્તિક સ્વસ્થ થઈ ગયો છે.

વેરાવળ તાલુકા હેલ્થ ઓફિસના આયુષ મેડિકલ ઓફિસર ડો.બ્રિજેશ સોલંકીએ કહ્યું હતું કે નિયમિત પણે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આંગણવાડીની મુલાકાત લઈ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવતી હોય છે.જે ઓપરેશન થયું છે જેમનો ખર્ચ આશરે 5 લાખ થતો હોય છે.પરંતું સરકારની આ યોજના હેઠળ નિઃશુલ્ક ઓપરેશન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...