કામગીરી:વેરાવળમાં ઈ-એફઆઈઆરથી 2 વ્યકિતને મોબાઈલ પરત મળ્યા

વેરાવળ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી, અરજદારોને ધક્કો બચ્યો

રાજ્ય સરકાર દ્વારા ઈ-એફઆઈઆરની અનોખી પહેલ કરાઈ છે. જેમાં કોઈપણ વ્યક્તિનો મોબાઈલ કે વાહનની ચોરી થાય તો પોલીસ સ્ટેશન સુધી ન જવુ પડે અને સમયનો વ્યય ન કરવો પડે એ હેતુથી સિટીઝન પોર્ટલ, સિટીઝન ફર્સ્ટ મોબાઈલ એપથી લોકો માટે ઈ-એફઆઈઆરની સુવિધા શરૂ કરાય છે. જે અનુસંધાને વેરાવળ સિટી પોલીસ સ્ટેશન ખાતે અરજદાર હિરેનભાઈ ધર્મેશભાઈ આંજણીનો મોબાઈલ કિ.રૂ.11,499, જ્યારે મયુરભાઈ રમેશભાઈ બારીયાનો મોબાઈલ કિ.રૂ. 10,000 ગુમ થયાની ઈ-એફઆઈઆર વેરાવળ સિટી પોલીસમાં નોંધાઈ હતી. જેના પગલે વેરાવળ સીટી પોલીસના પો.ઈ. એસ.એમ.ઈશરાણીની સુચનાથી આ વિસ્તારની બંને ચોકીના ઈન્ચાર્જને તપાસ સોંપી હતી. જેને લઈ સંજયભાઈ સોલંકી, કૃણાલભાઈ જાદવ, પ્રવિણભાઈ બાંભણીયા, ભુપતભાઈ ચોપડા સહિતે મોબાઈલ શોધવાની કામગીરી શરૂ કરાઈ હતી અને આ બંને મોબાઈલ શોધી આપ્યા હતા. } તસવીર -તુલસી કારીયા

અન્ય સમાચારો પણ છે...