સન્માન:વેરાવળ શહેરમાં પોલીસની સર્તકતાથી બનાવ અટકતા SPએ સન્માન કર્યું

વેરાવળ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધાર્મિક કાર્યક્રમ વખતે લોકો એકઠા થયા હોય વાતાવરણ ડહોળાવવાની શંકાથી સ્થળ પર પહોંચ્યા’તા

ગીર-સોમનાથ જિલ્લાનાં વેરાવળ શહેરનાં ગાંધીચોક વિસ્તારમાં હનુમાન જયંતિની શોભાયાત્રા દરમિયાન ધાર્મીક લાગણી દુભાવવા બાબતનો બનાવ બન્યો હતો. અને જેને લઈ શહેરમાં વાતાવરણ ડોહળાવવાની આશંકા સેવાઈ હતી. જેની વેરાવળ સીટી પોલીસનાં આસી.સબ ઈન્સપેક્ટર વજુભાઈ ચાવડાને પોતાના બાતમીદાર મારફત જાણ થઈ હતી.

જેથી શોભાયાત્રા દરમિયાન સતર્કતા દાખવી વેરાવળ સીટી પોલીસનાં પીઆઈ એસ.એમ.ઈશરાણીને જાણ કરી તાત્કાલીક સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી જઈ આ બનાવને અટકાવ્યો હતો. જે બદલ ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા દ્વારા પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનીત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...