આત્મહત્યા:ઊના શહેરમાં સાસરિયાઓની ધમકીથી યુવાને ગળેફાંસો ખાધો

ઊના5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 સામે મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાઈ

ઊનામાં રહેતા વાલીબેન કાળુભાઈ બાંભણીયાએ પોલીસમાં જણાવ્યા અનુસાર પુત્ર ભરત બાંભણીયાના લગ્ન અલ્કાબેન સાથે થયા હતા. અને લગ્નના શરૂઆતના છ મહિના ઘરસંસાર વ્યવસ્થિત ચાલ્યો હતો. બાદમાં સાડા ચારેક વર્ષથી પતિ-પત્નિ વચ્ચે અણબનાવ બનતા અલ્કાબેન ઝઘડો કરી માવતરના ઘરે અવાર નવાર રીસામણે જતા રહેતા હતા.

અલ્કાબેનના માવતરના ઘરના તેમજ સગાવહાલા ભરતભાઈના સસરા ભીખાભાઈ મેવાડા, સાસુ કેસરબેન, સાળો ભાવેશ મેવાડા, છાયાબેન, પુજાબેન, લવજીભાઈ શિયાળ, સંદીપભાઈ ચૌહાણ, જયેશ સોલંકી ( રહે. બધા ઉના) ભરતભાઈને ડરાવી દમકાવી કહેતા હતા કે મારી દીકરીને સાચવીને રાખજે નહીંતર તને અને તારા પરિવારને જીવવા દેશું નહીં. જેથી ભરત ટેન્શનમાં રહેતો હોય અને આ બધાના ત્રાસથી કંટાળી જઈ મરવા મજબુર કરતા થોડા દિવસ પહેલા ભરતે ઘરે જ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાંખ્યું હતું. અંતે ઊના પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...