નવતર પ્રયોગ:સોમનાથમાં બાળકોને સુરક્ષા માટે ગળામાં કીચેન પહેરાઈ

વેરાવળ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ સુરક્ષા સેતુનો નવતર પ્રયોગ

સોમનાથ મહાદેવ મંદિરે આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે. ત્યારે દેશ વિદેશથી સોમનાથ આવતા યાત્રિકોના બાળકો જો વિખૂટા પડી જશે તો તેમના વાલીઓને શોધવા સરળ બની જશે. ગીર સોમનાથ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુનો નવતર પ્રયોગ શરૂ કરી તમામ બાળકોના શર્ટમાં તેના વાલીના મોબાઇલ નંબરવાળું કીચેઇન પહેરાવી દેવાશે.

વેરાવળપોલીસના દર્શનાર્થી મંદિરમાં પોતાના હજુ બોલી કે પોતાની ઓળખાણ પણ ન આપી શકે એવા નાના બાળક સાથે આવે ત્યારે પોલીસ દ્વારા એક પ્લાસ્ટિકના કિચેઇનમાં એક કાપલીમાં બાળકના માતા-પિતાનું નામ અને મોબાઇલ નંબર લખી બાળકના શર્ટ ઉપર લગાડવામાં આવે છે. જેથી જો માતા-પિતા મંદિર પરિસરમાં દર્શન કરવા જાય અને ભીડને લીધે બાળક પોતાના માતા-પિતાથી વિખૂટું પડે અને જે વ્યક્તિને આ બાળક મળે તો તુરંત તેના માતા-પિતાનો સંપર્ક સાધી શકાશે.

અન્ય સમાચારો પણ છે...