ઊના શહેર અને પંથકમાં રાશનકાર્ડ ધારકોને અનાજનો પુરતો જથ્થો આપવામાં આવી રહ્યો નથી. ત્યારે જ નાથળ ગામે છેલ્લા ઘણા મહિનાઓથી આ સ્થિતી જોવા મળતી હોય જેમને લઈ પાંચાભાઈ દમણીયાએ મામલતદારને લેખીત રજૂઆત કરી હતી. સરકાર દ્રારા જાહેર કરેલ સસ્તા અનાજનો જથ્થો રાશનધારકોને આપવામાં આવે છે. પરંતુ નાથળ ગામમાં આવેલ સસ્તા અનાજની દુકાનમાં રાશન કાર્ડ ધરાવતા ગરીબ પરીવારોને પણ અનાજનો જથ્થો આપવામાં આવતો નથી.
જ્યારે અમુક રાશન કાર્ડ ધારકોને અનાજનો જથ્થો આપવામાં આવતો હોય ત્યારે તંત્ર દ્રારા જરૂરીયાત મંદોનો સર્વે કરી તાત્કાલીક અસરથી આવા પરીવારોને ધ્યાને રાખી સસ્તા અનાજનો જથ્થો આપવામાં આવે તેવી માંગ અખિલ ભારતીય યુવા કોળી, કોરી સમાજ ન્યુ દિલ્હી ગુજરાત ગીર-સોમનાથનાં ઉપપ્રમુખ પાંચાભાઇ બી દમણીયા, ભરતભાઈ મકવાણા, મનસુખભાઇ રાઠોડ, ભાણાભાઈ સોલંકી, બીજલભાઈ મકવાણા બાબુભાઇ ગઢીયાએ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.