કાર્યવાહી:કોડીનારમાં તમાકુ નિષેધના બોર્ડ વગર વેંચાણ કરી રહેલા 37 વેપારી દંડાયા

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તમાકુ નિષેધ દિન નિમીતે કાર્યવાહી હાથ ધરાઈ’તી, 2-2 હજારનો દંડ વસૂલ્યો

વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે ગીર-સોમનાથ જિલ્લાના સોશિયલ વર્કર ડી.જે. વ્યાસ, બી.બી. ઝણકાટ, બી.એલ. કામળિયા, મેડિકલ ઓફિસર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એડ્મિનિસ્ટ્રેશન કે.એસ. ચોચા કોડીનાર અને પોલીસ વિભાગે સાથે મળીને કોડીનારમાં દરોડા પાડવાની કામગીરી હાથ ધરી હતી.

18 વર્ષથી નાની ઉંમરના બાળકોને તમાકુ વેંચવી ગુનો બનતો હોય જે અંતર્ગત દુકાનદારે બોર્ડ લગાવવાનું હોય છે. પરંતુ આ ટીમ દ્વારા તપાસ કરાતા કોડીનારમાંથી 37 જેટલી પેઢીઓને ત્યાં બોર્ડ લગાવાયેલુ ન હતું. અને ચિત્રાત્મક આરોગ્ય ચેતવણી વગર જ તમાકુની બનાવટોનું વેંચાણ કરતા ઝડપી લીધા હતા. જેથી તેઓ પાસેથી 2-2 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...