• Gujarati News
  • Local
  • Gujarat
  • Gir somnath
  • In Jodia, Hindu Yuva Sanstha Took Out Hindu Gaurav Flag Hoisting Procession, Flag Hoisting Has Been Done Every Shravan Month For The Last Four Years.

સમાજમાં એકતા લાવવાનો પ્રયાસ:જોડીયા શહેરમાં હિન્દુ યુવા સંસ્થાએ હિન્દુ ગૌરવ ધ્વજારોહણ શોભાયાત્રા કાઢી, ચાર વર્ષથી દર શ્રાવણ માસમાં ધ્વજારોહણ કરાય છે

ગીર સોમનાથ (વેરાવળ)14 દિવસ પહેલા
  • શહેરના માર્ગો પર તમામ સમાજ, આગેવાન અને સંસ્થાઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું

યાત્રાધામ નગરીમાં વેરાવળથી સોમનાથ સુધી દસેક કfમીની હિન્દુ યુવા સંગઠનની ભવ્ય ગૌરવ ધ્વજા શોભાયાત્રા નીકળીને સોમનાથ મંદિરે પુર્ણ થઈ હતી, જ્યાં ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. અંદાજે દોઢથી બે કિ.મી. લાંબી શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં હિન્દુ સમાજના યુવાનો, આગેવાનો, સંતો અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. આજની ધ્વજા યાત્રા હિન્દુ સમાજમાં એકતા લાવવાનું માધ્યમ બની હોવાનું સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું.

દોઢથી બે કિમી લાંબી હતી હિન્દુ ગૌરવ ધ્વજા
શ્રાવણ માસ નિમિત્તે હિન્દુ યુવા સંગઠન દ્વારા પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવને ધવજારોહણ કરવાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. છેલ્લા ચાર વર્ષથી દર શ્રાવણ માસમાં સંગઠન દ્વારા ભવ્ય ધવજારોહણ કરવામાં આવે છે. જે અંતર્ગત વેરાવળના કોમ્યુનીટી હોલ ખાતેથી દોઢથી બે કિમી લાંબી હિન્દુ ગૌરવ ધ્વજા શોભાયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જે જોડીયા શહેરના રાજમાર્ગો ઉપર ડીજેના તાલે શિવભક્તિના ગીતો સાથે ફર્યા બાદ સોમનાથ મંદિર ખાતે પહોંચી પુર્ણ થઈ હતી. શહેરમાં જુદા જુદા સ્થળોએ શોભાયાત્રાનું તમામ સમાજો, સંગઠનો, સંસ્થાઓ અને હિન્દુ સમાજના આગેવાનો દ્વારા અદકેરું સ્વાગત કરી અભિવાદન કરાયુ હતુ. ત્યારબાદ સોમનાથ મંદિર ખાતે હિન્દુ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજા, રાષ્ટ્રીય સચિવ તેમજ સંરક્ષક નિરંજસિંહ સહિતના પદાધિકારીઓ અને કાર્યકરોના હસ્તે મહાદેવની ધ્વજાપુજા કર્યા બાદ જય સોમનાથના ઘોષ સાથે ધ્વજારોહણ કરવામાં આવ્યુ હતું.

હિન્દુ ધર્મના સ્વાભિમાન માટે યુવા વર્ગમાં જાગરૂકતા લાવવાનું કાર્ય સરાહનીય
આ તકે રક્ષા મંત્રી રાજનાથસિંહના પુત્ર એવા સંગઠનના સંરક્ષક નિરજસિંહએ જણાવેલ કે, સોમનાથ મહાદેવના અનાદિરૂપના દર્શન કરીને કર્ણ કર્ણમાં શિવ હોવાની અનુભૂતિ થઈ છે. હિન્દુ ધર્મની જાગરૂકતા માટે અને હિન્દુ ધર્મના સ્વાભિમાન માટે યુવા વર્ગના લોકોને હિન્દુ સંગઠનના નેતૃત્વ હેઠળ સોમનાથ ભુમી અને રાજ્યમાં કામ કરી રહ્યુ છે જે પ્રસન્નને પાત્ર છે. આજે દેશવાસીઓના કલ્યાણ, સુખ શાંતિ માટે મહાદેવને પ્રાર્થના કરી છે.

ધ્વજાયાત્રા હિન્દુ સમાજમાં એકતા લાવવાનું માધ્યમ બની
આ તકે હિન્દુ સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ રઘુવીરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે ગૌરવ યાત્રા રૂપે સોમનાથ મહાદેવને ચડાવવામાં આવેલ ધ્વજા પાછળનો ઉદેશ્ય કોઈ ઠઠારો નથી, હંગામો નથી કે કોઈને બીવડાવવાનો નથી. પરંતુ હિન્દુ સમાજ જેનું ગૌરવ સોમનાથ મહાદેવનું મંદિર છે. જેથી આજની ધ્વજા યાત્રાનું નામ પણ હિન્દુ ગૌરવ યાત્રા આપ્યુ છે. કારણ કે, હજારો વર્ષ સુધી હિન્દુઓની આસ્થાના કેન્દ્ર સમા સોમનાથ મંદિરને બચાવવા હિન્દુઓએ સતત સંઘર્ષ કર્યો છે. ત્યારે આજે સોમનાથ મંદિર ઉપર ચડાવાયેલ ધ્વજા હિન્દુ સમાજમાં એકતા લાવીને એક કરવાનું માધ્યમ બની છે. જે આજે જોડીયા શહેરના તમામ સમાજોએ ગૌરવ ધ્વજા યાત્રાનું સ્વાગત કરી તેમાં આસ્થા અને ઉત્સાહ ભેર સામેલ થયેલ જોવા મળ્યા છે. આવી જ રીતે અમારૂ હિન્દુ સંગઠન હિન્દુ સમાજમાં ચેતનાના સંચારનું કાર્ય કરતું રહેશે.

અન્ય સમાચારો પણ છે...