ભાસ્કર રિયાલિટી ચેક:ઉના ST ડેપોમાં 4 પ્લેટફોર્મ પર અઢી કલાક બેગ મૂકી રાખી, કોઈએ ધ્યાન ન દીધું, આપણે શું ?, હશે હવે ? ખબર નથી હો!

ઉના22 દિવસ પહેલાલેખક: જયેશ ગોંધીયા
  • કૉપી લિંક
  • સવારના 11થી લઈને 1:30 વાગ્યા સુધીના સમયે મુકાયું હતું
  • એક વ્યક્તિને પગમાં વાગ્યું હોવા છતાં બેગને પોતાની જગ્યાએ મૂકી બસની રાહ જોતા રહ્યા હતા
  • દુબઇ-અમેરિકા જેવા દેશોમાં રેઢી પડેલી વસ્તુ તરફ કોઈ ન જુએ, પણ ભારતમાં એ સ્થિતિ જોખમરૂપ બની શકે છે

ઉના બસ સ્ટેશન ઉપરથી રોજની 50થી વધુ બસો અવરજવર કરતી હશે અને દિવસ દરમિયાન અસંખ્ય મુસાફરો તેમજ વિદ્યાર્થીઓની અવરજવર રહે છે. આવા સમયે લોકો સંદિગ્ધ વસ્તુ પરત્વે કેટલા સર્તક છે એનો રિસ્પોન્સ ચેક કરવા દિવ્ય ભાસ્કરની ટીમ દ્વારા બુધવારે રિયાલીટી ચેક કરાયો હતો, જેમાં બસ સ્ટેશનનાં પ્લેટફોર્મ 1, 7, 6, 5, અને 9 ઉપર એક કાળા કલરની બેગ બિનવારસી હાલતમાં પડેલી હતી.

હજારો મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ પણ અવરજવર કરે છે
બસ સ્ટેશન પરથી રોજની 50થી વધુ બસ અવર-જવર કરે છે. દિવસ દરમિયાન હજારો મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ પણ અવર-જવર કરે છે. સંદિગ્ધ વસ્તુ પરત્વે કોઇ સર્તક રહેતા ન હોવાનું જણાયું હતું. જયારે એસટીનાં સ્ટાફની પણ અવર-જવર હોવા છતાં કોઇએ ધ્યાન દીધું ન હતું.

પોલીસને આ સંદિગ્ધ બેગ બાબતે જાણ કરાઈ ન હતી
સવારના 11 થી લઇને 1:30 સુધીના સમય ગાળામાં બેગ પાસેથી પસાર થયેલા અને બેગની બાજુમાં જ બેઠેલા એક પણ મુસાફર દ્રારા પોલીસને આ સંદિગ્ધ બેગ બાબતે જાણ કરાઇ ન હતી. અરે જોવાની ખુબી એ હતી કે પ્લેટ ફોર્મ નં 5 પર એક વિદ્યાર્થીની પસાર થતી વખતે બેગને પગ લાગી ગયો તો પણ બેગ પોતાની જગ્યાએ મૂકી ત્યાં જ બસની રાહ જોતા રહ્યા પરંતુ બેગ અંગે કોઇ ગંભીરતા લીધી ન હતી. અને સવારના સમયે એસટીના સ્ટાફની પણ અવર જવર હોવા છતાં તેમનું પણ આ કાળા કલરની બેગ પર ધ્યાન ન પડ્યુ.

આ ઉપરાંત રિસ્પોન્સ ચેક દરમિયાન વધુમાં જાણવા મળ્યું હતું કે, બસ સ્ટેશનમાં પોલીસ કે હોમગાર્ડ ફરજ પર ન હોય એટલે મોબાઈલ તસ્કરો માટે મોકળુ મેદાન બની જાય છે અને વારંવાર મોબાઈલ ચોરીની ઘટના સામે આવે છે એવી ફરિયાદ એસટી કર્મીઓમાંથી જાણવા મળ્યું હતું.

અઢી કલાક મુસાફરો, એસટી કર્મચારીઓની લાપરવાહી
બસ સ્ટેશનમાં અગલ અલગ પ્લેટ ફોર્મ પાણીનું પરબ તેમજ પૂછપરછ કાર્યાલય પાસે કાળાકલરનું બેગ મુકવામાં આવ્યુ પણ નતો મુસાફરોનુ ધ્યાન ગયુ કે નતો એસટીના કર્મીઓનું ધ્યાન ગયુ. મુસાફરો બેગને જોઇ બસ આવે ત્યારે બસમાં બેસવા દોટ મુક્તા હતા પણ નજારો કલાકો સુધી બિનવારસુ બેગ પાસે ઉભા રહ્યા પણ પુછપરછ ન કરી.

રિસ્પોન્સ ચેકમાં મુસાફરો નાપાસ
દિવ્ય ભાસ્કર દ્વારા કરાયેલા રિસ્પોન્સ ચેકમાં મુસાફરો સુરક્ષા અને અપરનેસનાં મામલે નાપાસ થયા હતા. કેમ કે મુસાફરોનું આ સંદિગ્ધ બેગ તરફ કલાકો સુધી ધ્યાન જ ન પડ્યુ સુરક્ષીત રાખવાની જવાબદારી પોલીસની છે. પરંતુ સુરક્ષીત રહેવાની જવાબદારી તો દરેક નાગરીકની પણ છે. આ રીતે કોઇપણ સંદિગ્ધ કે બિનવારસુ વસ્તુની જાણ સુરક્ષાકર્મી તેમજ પોલીસને કરવાની અનેકવાર અપીલ કરવામાં આવે છે. પણ તેમ છતાં મુસાફરો ગંભીર નથી અને જાગૃત નથી તે રિસ્પોન્સ ચેકમાં જોવા મળ્યુ હતું. દિવ્યભાસ્કરની ટીમ દ્રારા આ રિસ્પોન્સ ચેક અંગેનો હેતુ ફક્ત લોકોમાં જાગૃતી આવે અને આમ પ્રજા સલામતી અનુભવી શકે.

અન્ય સમાચારો પણ છે...