આજે બપોરના સમયે વેરાવળ નજીકના સવની ફોરેસ્ટ (જંગલ) વિસ્તારમાં ઘાસચારાના ગોડાઉનમાં અચાનક જ ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ થવાથી સમગ્ર વિસ્તારમાં નીચે પડેલી ત્રણસો જેટલી ઘાસની ગાસડીઓમાં આગ લાગીને ભભૂકી ઉઠી હતી. જો કે, આ આગની ઘટનાની સોમનાથ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર દોડી આવેલા ફાયર ફાયટરના સ્ટાફે આગ ઉપર પાણીનો મારો ચલાવીને સંપૂર્ણ આગ બૂઝાવી હતી. જેના લીધે વધુ નુકસાન થતું તેમજ જાનહાનિ થતાં અટકતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ ઘટનાની પ્રાપ્ત વિગતો મુજબ, ફોરેસ્ટ ગાર્ડ કિરણભાઈ જોશીએ ફાયરબ્રિગેડને સવની જંગલ વિસ્તારમાં આવેલા ઘાસના ગોડાઉનમાં બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ આગ લાગી હોવાની જાણ કરતો કોલ કર્યો હતો. જેના પગલે ફાયર ઓફિસર રવિરાજસિંહ ચાવડા કર્મચારીઓ સતીષ વાળા, કેતન વાળા, જીતેન્દ્રસિંહ ગોહિલ સહિતનાઓ વૉટર બ્રાઉઝર સહિતના સાધનો સાથે લાગલે આગને બુઝાવવાની સાથે જંગલ વિસ્તારમાં વધુ પ્રસરતી આગને કાબુ કરવા માટે પાણીનો મારો ચલાવી કામગીરી હાથ ધરી હતી. જેમાં અડધો કલાક સુધી સતત પાણીના મારા બાદ આગ બુઝાવી હતી. આ આગની ઘટનામાં અંદાજે ત્રીસેક જેટલી ઘાસની ગાસડીઓ બળીને ખાખ થઈ ગયેલી. જયારે 250થી વધુ ગાસડીઓ બચાવવામાં તંત્ર સફળ રહ્યું હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.