આંતરરાષ્ટ્રીય સ્તરે કિક બોક્સિંગમાં ગુજરાતની પ્રથમ દિકરી મનીષા વાળા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. મુળ ગીર-સોમનાથ જિલ્લાના કોડીનારના મનીષા 7મી ઈન્ટરનેશનલ તુર્કિસ ઓપન કિક બોક્સિંગ વર્લ્ડ કપમાં ભાગ લેશે.આ માટે મનીષાએ આજે તુર્કીના ઈસ્તાંબુલ જવા માટે દિલ્હીથી ઉડાન ભરી હતી. જ્યારે આ ટૂર્નામેન્ટમાં વિશ્વભરના 48 દેશો ભાગ લઈ રહ્યાં છે. જેમા ભારતના 9 ખેલાડીઓ ભાગ લેશે. તેમા ગુજરાતના એકમાત્ર મનિષા વાળાનો સમાવેશ થાય છે.
માતા-પિતાએ આર્થિક સંઘર્ષ વચ્ચે દિકરીને આગળ વધારી
તેમણે કહ્યું હતું કે, કોઈ પણ ખેલાડીનું દેશને રિપ્રેઝન્ટ કરવાનું સ્વપ્ન હોય છે. મારુ સ્વપ્ન સાકાર થઈ રહ્યું છે. મને આંતરરાષ્ટ્રીય સ્તરે રમવાની તક મળી છે. તેમનો ફાયદો ઉઠાવવા પ્રયાસ કરીશ. મારા પિતા જગદીશભાઈ અને માતાએ આર્થિક સંઘર્ષ વચ્ચે પણ મને સ્પોર્ટ્સમાં આગળ વધવા માટે ઘણી મદદ કરી છે. તેમજ મારા એક ખેલાડી તરીકેના ઘડતરમાં મારા કોચ સિદ્ધાર્થ ભલેગરેની મહત્વની ભૂમિકા રહી છે.
12 થી 15 મે સુધી ટુર્નામેન્ટ
તુર્કીના ઇસ્તાંબુલ શહેરમાં 12મેથી 15મે સુધી યોજાનાર આ ટુર્નામેન્ટમાં મનીષા 60 વેઈટ કેટેગરીમાં પોઈન્ટ ફાઈટ ફોમમાં રમશે.કિક બોક્સીંગ એ લાત અને પંચિગ આપ આધારિત સ્ટેન્ડઅપ કોમ્બેટ સ્પોર્ટસનું એક જૂથ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.