ફૌજી પરત ફર્યા વતનમાં:ગીર સોમનાથના ફૌજીએ સર્જિકલ સ્ટ્રાઈકમાં ભાગ લીધો હતો; સ્વાગતમાં 8 કિમી રેલી યોજાઈ

ગીર સોમનાથ (વેરાવળ)25 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના પણાદર ગામના ફૌજીએ 19 વર્ષની સેનાની કારકિર્દીમાં અવારનવાર શોર્ય દાખવ્યા બાદ તાજેતરમાં સેવામુકત થઈને માદરે વતનમાં આવ્યા હતા. ત્યારે ફૌજી ગામમાં પહોંચે એ પહેલા ગ્રામજનોએ 8 કિલોમીટર દુરથી બાઈક રેલી સાથે ફોજીનું સામૈયું કરીને ભવ્ય સ્વાગત સાથે ગામમાં પ્રવેશ કરાવ્યો હતો.

સોરઠની ભૂમિ વીરતા અને વીરોની ભૂમિ છે. આ ભૂમિના અનેક લોકો ભારતીય સૈન્યમાં જોડાઈને દેશની સરહદોની રક્ષા કરી રહ્યાં છે. ત્યારે આવા જ એક ગીરસોમનાથ જિલ્લાના પણાદર ગામના વતની એવા જાંબાજ સૈનિક વિજયભાઈ ઝણકાટે અનેકવાર બહાદુરી દર્શાવી છે. તમેની સાથે અવારનવાર આંતકીઓ સાથે બાથ ભીડવાની ઘટનાઓ બની છે. ત્યારે તેમણે સોરઠી ભૂમિના શૌર્યને ઝળકાવ્યું હતુ. ફૌજી વિજયભાઈ 19 વર્ષની ઉંમરથી જ સેનામાં ફરજ બજાવી રહ્યાં હતાં. અને હવે નિવૃત થતા વતન ગામમાં પહોંચ્યા હતા.

તેમના ભવ્ય સ્વાગતમાં ગ્રામજનોએ 8 કિમીની બાઈક રેલી યોજી હતી. તેમજ તિરંગા ફરકાવવાની સાથે ભારત માતા કી જયના નાદથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. આ તકે ફૌજી યુવાન વિજય ઝણકાટે જણાવ્યું હતું કે, અમારા હિસ્સે અવારનવાર આતંકીઓ સાથે બાથ ભીડવાના પ્રસંગો બન્યા છે. 17 વખત આતંકી સામે અંધાધૂંધ ફાયરિંગ કર્યા હતા. મારી ફરજમાં એક વખત સર્જિકલ સ્ટ્રાઈક થયેલ જે અમારા માટે રોમાંચક હતી. જેમાં 3 આતંકીઓને ઠાર માર્યા હતા. એ પછી આંતકીની બોડી રિક્વર કરતા એક ગ્રેનેટ ફાટ્યો હતો. જેમાં હું ગંભીર રીતે ઘાયલ થયો હતો. કોડીનાર અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ભારત માતાની રક્ષા કાજે વધુમાં વધુ યુવાનો સૈન્યમાં જોડાય એવી અપીલ પણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...