વાવેતર:ગીર-સોમનાથ : જમીન, વાતાવરણ અનુકુળ નથી એટલે જીરૂં થતું નથી

વેરાવળ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં 1,07,529 હેક્ટરમાં રવિ પાક લહેરાયો, સૌથી ઓછું તાલાલામાં 13,213 હેક્ટરમાં વાવેતર

ગીર-સોમનાથ જિલ્લામાં 1,07,529 હેકટરમાં રવિ પાકનું વાવેતર થયું છે. અને સૌથી વધુ વેરાવળમાં 20,945 જ્યારે તાલાલામાં સૌથી ઓછું 13,213 હેક્ટરમાં વાવેતર થયું છે. ગત વર્ષે ગીર-સોમનાથ જિલ્લામાં 1,10,309 હેક્ટરમાં રવિ પાકનું વાવેતર હતુ. જે આશરે 2 ટકા જેટલુ ઓછુ થયું હોવાનું જાણવા મળે છે.

ગીરગઢડા તાલુકાની વાત કરીએ તો 4800 હેક્ટરમાં ઘંઉ, 4925 હેક્ટરમાં ચણા, 1050 હેક્ટરમાં ધાણા, 3700 હેક્ટરમાં ડુંગળી, 1050માં શાકભાજી, 1450માં ઘાસચારાનું વાવેતર થયું છે. આ સાથે કોડીનારમાં 9610 ઘંઉ, 3400 અન્ય ધાન્ય પાક, 2210 ચણા, 10 રાય, 3195 શેરડી, 60 ધાણા, 60 ડુંગળી, 155 શાકભાજી અને 1155માં ઘાસચારાનું વાવેતર કરાયું છે.

સુત્રાપાડામાં 9703 ઘંઉ, 30 મકાઈ, 946 અન્ય ધાન્ય પાક, 2667 ચણા, 52 રાય, 133 શેરડી, 3184 ધાણા, 15 ડુંગળી અને 86 શાકભાજી તેમજ 1705 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત તાલાલામાં 4187 ઘંઉ, 145 અન્ય ધાન્ય પાક, 3862 ચણા, 60 રાય, 655 શેરડી, 1962 ધાણા, 691 લસણ, 20 ડુંગળી, 467 શાકભાજી અને 884 ઘાસચારો તેમજ ઊના 6550 ઘંઉ, 1130 જુવાર, 1155 અન્ય ધાન્ય પાક, 3670 ચણા, 50 શેરડી, 60 ધાણા, 80 લસણ, 480 ડુંગળી અને 1080 શાકભાજી, 3120 ઘાસચારો.વેરાવળમાં 11380 ઘંઉ, 100 મકાઈ, 350 અન્ય ધાન્યપાક, 5200 ચણા, 15 શેરડી, 1480 ધાણા, 80 લસણ, 180 ડુંગળી, 980 શાકભાજી અને 1170 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર થયું છે.

છેલ્લા ત્રણ વર્ષનું વાવેતર
છેલ્લા 3 વર્ષના વાવેતરની સરેરાશ જોઈએ તો ગીર ગઢડા તાલુકામાં 19530 હેકટર, કોડીનાર તાલુકામાં 18146 હેકટર, સુત્રાપાડા તાલુકામાં 16954 હેકટર, તાલાલા તાલુકામાં 13642 હેકટર,ઉના તાલુકામાં 15018 હેકટર અને સૌથી વધુ વેરાવળ તાલુકામાં 21305 હેકટર વાવેતર થયું હતું.ઉપરાંત આ વર્ષે જિલ્લામાં કોઈપણ પાકમાં રોગ નોંધાયો નથી.

માત્ર 17 ખેડૂતોએ જ જીરૂ વાવ્યું
ગીર-સોમનાથ જિલ્લામાં જમીન અને વાતાવરણ અનુકુળ ન આવતુ હોય જેથી જીરાના પાકનું વાવેતર થતું નથી. કારણ કે પાકમાં રોગ આવવાની શક્યતાઓ વધી જતી હોય છે. જેથી આ વર્ષે માત્ર 17 ખેડૂતોએ જ એ પણ અખાતરા માટે જીરૂ વાવ્યુ હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...