કામગીરી:ગીર-સોમનાથ મીસીંગ પર્સન સ્કવોડે ગુમ થયેલ 5 વ્યક્તિની ભાળ મેળવી

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાતમીનાં આધારે ટીમ કચ્છ, સુરત, નડીયાદ, રાજકોટ ખાતે પહોંચી’તી

ગીર-સોમનાથ મીસીંગ પર્સન સ્કવોડે જિલ્લામાંથી ગુમ થયેલ 5 વ્યકિતઓને બાતમીનાં આધારે કચ્છ, સુરત, નડીયાદ અને રાજકોટ થી શોધી કાઢ્યા હતા.ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ જિલ્લામાં ગુમ ગયેલ વ્યકતિઓને શોધી કાઢવા મીસીંગ પર્સન સ્કવોડને સુચના આપી હોય જેને લઈ મીસીંગ પર્સન સ્કવોડના એમ.એમ.પરમાર, ઇચા. પોલીસ ઇન્સ. કે. જે. ચૌહાણના માર્ગદર્શન હેઠળ એએસઆઇ. જોધુભા ડાભી, સરમણભાઇ સોલંકી, પો.હેડ.કો. ભાવસિંહ સિસોદીયા, પરેશભાઇ ગોહીલ, કોન્સ. મેહુલસિહ પરમાર ગુમ થયેલ વ્યકિતઓને શોધી કાઢવા કામગીરી શરૂ કરી હતી. અને બાતમી મેળવી વિવિધ જગ્યાએથી કુલ-5 વ્યકિતઓને શોધી કાઢ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...