કાર્યવાહી:ગીર-સોમનાથ LCBએ વિવિધ ગુનામાં નાસતા ફરતા 5 આરોપીને ઝડપી લીધા

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીની આચારસંહિતાને લઈ કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે કાર્યવાહી હાથ ધરાઈ’તી

ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ આગામી યોજાનાર વિધાનસભા સામાન્ય ચુંટણીની આદર્શ આચારસંહિતાની અમલવારી થાય અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે નાસતા ફરતા આરોપીઓને અટક કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને એલસીબીના પો.ઇન્સ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન મુજબ સ્ટાફ પ્ર.પાટણ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન એએસઆઇ અજીતસિંહ પરમાર, નરેન્દ્રભાઇ પટાટને મળેલ બાતમી આધારે આઇપીસીની વિવિધ કલમ 143, 147, 148, 323, 324, 403, 427, 504, જીપી એકટ 135 મુજબના નાસતા ફરતા આરોપીઓ પીઠાભાઇ હીરાભાઇ ગાવડીયા, પંકજભાઇ ઉર્ફે પેપ્સો રાજુભાઇ ગઢીયા, હરેશભાઇ ઉર્ફે ગોટીયો ભગવાનભાઇ ગઢીયા, વાસુભાઇ પ્રવિણભાઇ બામણિયા, ભાવેશ ઉર્ફે કાલીયો વાલજીભાઇ વાસણ તમામ રહે. પ્ર.પાટણને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...