કાર્યવાહી કરાઇ:પ્રભાસ પાટણમાં જુગાર દરોડો, 6 શખ્સ ઝડપાયા

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બાતમીનાં આધારે રેઈડ કરી 17 હજારથી વધુનો મુદ્દામાલ કબજે લીધો

પ્ર.પાટણ પીઆઈ એસ.પી.ગોહીલની સુચનાથી સર્વેલન્સ સ્કોર્ડનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન પોકો ઈમ્તીયાજભાઈ ભીખુભાઈ, કૈલાશસિંહ જેશાભાઈને બાતમી મળતા જુગાર રેઈડ કરી હતી. અને ચાંદભાઇ અલીભાઇ મન્સુરી, બસીરભાઇ મોહમદભાઇ મન્સુરી, સીદીભાઇ મોહમદભાઇ મન્સુરી, સોયેબભાઇ ઇબ્રાહીમભાઇ મન્સુરી, યુસુફભાઇ નુરભાઇ મન્સુરી, મોઇનભાઇ બાબુભાઇ મન્સુરીને ઝડપી લઈ રૂ.17,590નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

આગળની તપાસ હેકો કે.એન.કાગડા ચલાવી રહ્યાં છે. આ કામગીરીમાં હેકો કુલદિપસિંહ જયસિંહ, કનકસિંહ નાનુભાઇ, વિશાલભાઇ પેથાભાઇ, કોન્સ.ઇમ્તીયાજભાઇ ભીખુભાઇ, કૈલાશસિંહ જેસાભાઇ, પીયુશભાઇ કાનાભાઇ, પ્રવિણભાઇ કરશનભાઇ, તુષારભાઇ હરીઓમભાઇ સહિતના જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...