મેળો:સોમનાથ કાર્તિકી પૂર્ણિમાનો પાંચ દિવસીય મેળો સંપન્ન, 8 લાખથી વધુ લોકો ઉમટ્યા

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શની-રવિના દિવસોમાં લોકોનો ધસારો જોવા મળ્યો, હાઈ વે પર વાહનોની કતારો

સોમનાથ સાનિધ્યે કાર્તિકી પૂર્ણિમાનો પાંચ દિવસીય મેળો સંપન્ન થયો છે.લગભગ 8 લાખથી વધુ સહેલાણીઓ પાંચ દિવસ દરમિયાન મેળામાં ઉમટ્યા હતા.લોકોએ વિવિધ રાઈડ્સ, ખાણી - પીણીના સ્ટોલ, રાજકોટ મધ્યસ્થ જેલના ભજીયા અને સાંસ્કૃતિક કાર્યક્રમોની મોજ માણી હતી.

ખાસ કરીને શનિવાર અને રવિવાર દરમિયાન રાજાના દિવસોમાં લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો અને વેરાવળ કોડીનાર નેશનલ હાઈવે પર સોમનાથ શંખ સર્કલ પાસેથી હિરણનદી ના પુલ સુધી વાહનોની લાંબી કતારો લાગી હતી.પાર્કિંગ માટે જગ્યા ખૂટી પડતાં મેળાની પાછળ ત્રિવેણી રોડ પર ડીવાઈડર પર હજારો લોકોએ ગાડી પાર્ક કરી હતી.પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.જેના લીધે તાત્કાલિક જ્યાં ટ્રાફિક સર્જાય તે દૂર થઈ શક્યો હતો.

અન્ય સમાચારો પણ છે...