માછીમારો વિવિધ માગ લઈ ગાંધીનગર પહોંચ્યા:રાજ્યમાં ડીઝલની ખરીદવાના નિયમમાં થઈ રહ્યું છે માછીમારોનું શોષણ; આગેવાનો મંત્રીને રુબરુ મળી રજૂઆત કરી

ગીર સોમનાથ (વેરાવળ)13 દિવસ પહેલા
  • મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક કરાવી માછીમારોના પ્રશ્નો સાંભળી ઉકેલવા સુચનાઓ આપી

રાજ્યમાં માછીમારી કરવા જવા માટે જરુરી ડીઝલ ખરીદ કરવા માટે નિર્ધારીત કરાયેલ ડીઝલ પંપો ઉપરથી ફરજીયાત ડીઝલ લેવાના નિયમના કારણે માછીમારોનું શોષણ થઈ રહ્યુ છે. જેમાંથી મુક્તિ અપાવવા માટે તથા અન્ય પડતર પ્રશ્નોને લઈ અખીલ ભારતીય ફીશરમેન્સ એસો.ના પદાધિકારીઓ ગાંધીનગર ખાતે મત્સ્યોધોગ મંત્રી સહીતનાને રૂબરૂ મળી રજૂઆત કરી હતી.

પ્રમુખની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળ ગાંધીનગર રજૂઆત કરવા પહોંચ્યું
રાજ્યના લાંબા દરીયાકિનારાથી રોજગારી મેળવતા માછીમારોના પ્રાણ સમા પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોવાથી મુશ્કેલીમાં છે. ત્યારે અખીલ ભારતીય ફિશરમેન એસો.ગુજરાત પ્રાંતના પ્રમુખ તુલસીભાઈ ગોહેલની આગેવાનીમાં પ્રતિનિધિ મંડળ ગાંધીનગર રજુઆત કરવા ગયેલ હતુ. જ્યાં મત્સ્યોધોગ મંત્રી જીતુભાઈ ચૌધરીએ સચિવ, ફીશરીઝ કમિશ્નર સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે પ્રતિનિધિ મંડળની હાજરીમાં બેઠક કરી હતી. જેમાં માછીમાર આગેવાનોએ વિસ્તાર પૂર્વક તમામ પ્રશ્નોની રજુઆત કરેલ હતી. જેના નિરાકરણ માટે ચર્ચાઓ કરી જરૂરી સુચનાઓ પણ મંત્રી દ્વારા આપવામાં આવી હતી.

ડીઝલ અંગે નિર્ણય લાવવા અપીલ
​​​​​​​
બેઠકમાં રજુ કરેલ પ્રશ્નો અંગે ફિશરમેન સંસ્થાના પ્રમુખ તુલસીભાઈ ગોહેલે જણાવેલ કે, હાલ સમગ્ર રાજ્યમાં દરીયો ખેડવા જાય ત્યારે બોટ માટે જરૂર પડતા ડીઝલના જથ્થાની ખરીદી સરકારે નક્કી કરેલા નિર્ધારીત ડીઝલ પંપો ઉપરથી ફરજીયાત ખરીદ કરવાનો નિયમ છે. જેમાં અમુક માછીમારો માટે નિર્ધારિત કરાયેલ પંપમાં કોઈપણ જાતની ગેરરીતી થતી હોય તો પણ તે નજર અંદાજ કરી ફરજીયાત ત્યાંથી જ ડીઝલ લેવું પડે છે. જેના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો માછીમારોને કરવો પડી રહ્યો છે. જેથી માછીમારો માટે ડીઝલ પંપોની કોમન વ્યવસ્થા અમલમાં લાવવામાં આવે તે જરૂરી છે. આ નિયમમાંથી મુક્તિ નહીં મળે તો તેની સીધી અસર માછીમારોની રોજગારી પર વર્તાશે. જેથી આ પ્રશ્ન ગંભીરતાથી લઈ નિરાકરણ લાવવું જરૂરી છે.

આગેવાનોએ હાજરી આપી
​​​​​​​
વધુમાં ઓ.બી.એમ. ફાઈબર હોડી ધારકોની સબસિડી અને ડીઝલ- કેરોસીન ક્વોટો વધારવા, બંદરના નવીનીકરણની કામગીરી ઝડપભેર શરૂ કરાવવા જેવા અનેક પડતર પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી. જે ઉકેલવા હકારાત્મક અભિગમ સાથે જરૂરી સૂચના આપી હતી. આ પ્રતિનિધિ મંડળમાં દિનેશભાઈ વધાવી, ઓખાના આગેવાન મોહનભાઈ બારાઈ, કાનજીભાઈ ભારાવાલા, ચંદ્રેશભાઈ ખોરાબા સહિતના આગેવાનો સાથે રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...