સમસ્યા:ઓવરજબ્રિજ રદ કરી રોડનું કામ શરૂ થતાં ખેડૂતોમાં આક્રોશ

કાજલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
કામ શરૂ થતા આ રોડ ઉંચો બનવાનો હોય જેથી ખેડૂતો નાયબ કલેકટર પાસે પહોંચ્યા હતા. - Divya Bhaskar
કામ શરૂ થતા આ રોડ ઉંચો બનવાનો હોય જેથી ખેડૂતો નાયબ કલેકટર પાસે પહોંચ્યા હતા.
  • વેરાવળ તાલુકાના સોનારીયા, બાદલપરા, આજોઠા સહિતનાં ગામોની હજારો વિઘા જમીન ડૂબમાં જવાની ભીતિ સેવાઈ રહી છે

સુત્રાપાડા ફાટકે પ્લાન એસ્ટીમેટ મુજબ ઓવર બ્રિજનું કામ કરવાનું હતુ જે રદ કરી રસ્તો ઉંચો કરી કામ શરૂ કરાયું છે.ઓવર બ્રિજનું કામ પહેલા શરૂ પણ કરાયું હતું જે બંધુ કરી પ્લાન ફેરવી નાખ્યો.હાલમાં જે મુજબ રસ્તો બને છે તેમાં પાણીના નિકાલની પૂરતી વ્યવસ્થા નથી આથી ખેડૂતોના ખેતરોમાં 2,3 માસ સુધી પાણી ભરાયેલા રહેશે સુત્રાપાડા ફાટકની ઉત્તર સાઈડ ફાટકથી આજોઠા અને સોનારીયા તથા બાદલપરાની સીમની નાના ખેડૂતોની સીમની જમીનો આવેલ છે. જેની કોઈ પણ જાતની પરવા કર્યા વગર કોઈના ઈશારે ઓવરબ્રિજ રદ કરાયો છે.

ફાટકની આસપાસ જ્યાં પાણીના નિકાલ માટે નાળા પણ પૂરતા મુકેલ નથી અને જ્યાં છે તેની આસપાસ દુકાનો બની જતા પાણી ત્યાં સુધી આવીજ શકતું નથી જે બાબત પણ હાઇવે ઓથોરિટીએ ધ્યાને લીધી નથી. સુત્રાપાડા ફાટકે જે પાણી આવે છે તે બોલાસ ગામથી પસાર થતી કપિલા નદી ઓવર થતા પુષ્કળ પાણી આવે છે જો આ બોળાગામની બાજુમાંથી નદી ઊંડી કરી નાખવામાં આવે તો પણ પાણીનો માર ઘણો ઓછો થાય તેમ છે.

પરંતુ ત્યાં પણ નેશનલ હાઇવે ઓથોરીટીએ કામ શરૂ કરી સરળતાથી નીકળે એટલું મટીરીયલ લઈને કામ બંધ કર્યું છે.આ પ્રશ્નોને લઈ ખેડૂતોએ નાયબ કલેકટર અને નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆત કરી છે.છતાં યોગ્ય ઉકેલ નો આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

શું કહે છે ધરતીપુત્રો ?
આ અંગે રોષે ભરાયેલા ખેડૂતોએ કહ્યું હતું કે, જો આ જ સ્થિતી રહી તો આગામી ચોમાસાની સીઝનમાં જળબંબાકારની સ્થિતીનું નિર્માણ થશે અને હજારો વિઘા જમીનમાં પાણી ભરાશે. જેથી ખેડૃૂતોના ઉભા પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થશે. જેથી તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી પાણીના નિકાલને લઈ યોગ્ય નિર્ણય લેવામાં આવે એ પણ જરૂરી છે. કારણ કે, દર વર્ષે આ સ્થિતીનું નિર્માણ થશે.

અન્ય સમાચારો પણ છે...