કેશોદ પંથકના માણેકવાડા ગામે માલબાપા મંદિર ને ધ્યાને લઇ વર્ષ 2020માં જૂનાગઢ વિભાગીય કચેરી દ્રારા એક પરિપત્ર બહાર પાડી ડિવિઝનના તમામ ડેપોમાં મોકલવામાં આવ્યો હતો જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે માલબાપા મંદિરે તમામ પ્રકારની બસ માં મુસાફરને ચઢાવવા અને ઉતારવા પરંતુ અમુક ડેપોમાં તો આ પરિપત્ર જાણે ટેબલ માં કે કચરામાં ફેંકી દેવામાં આવ્યો હોય તેમ જ્યારે મુસાફર માણેકવાડા ગામની ટીકીટ માંગે તો એક જ જવાબ મળે છે ના માણેકવાડા એક્સપ્રેસ બસનો સ્ટોપ નથી જ જેથી આ અંગે યોગ્ય કરવાની પણ માંગ ઉઠવા પામી છે.
સૂચના આપું છું:ડીવીઝનલ કંટ્રોલર
આ અંગે જૂનાગઢ ડિવિઝનલ કંટ્રોલર સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે હું સૂચના આપી દવ છું તેમને પણ વર્ષ 2020 નો પરિપત્ર મોકલવામાં આવ્યો હતો. જયારે પરિપત્રની વાત કરીએ તો, તેમાં વિભાગીય નિયામક અમદાવાદ, વડોદરા, હિંમતનગર, રાજકોટ, જામનગર, ભાવનગર સહિતનાં ડેપોને પણ મશીનમાં ભાડાપત્રકમાં સ્ટોપનો સમાવેશ કરવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.