કાર્યવાહી:ગુપ્ત પ્રયાગ આશ્રમમાં પૂર્વ કર્મીએ જ હાથફેરો કર્યો : દાગીના બેંકમાં ગીરવે મુકી દીધા હતા

ઊના13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂપિયા પાંચ લાખની ચોરીની ભેદ કલાકોમાં જ ઉકેલાયો, આરોપીને દબોચી લેવાયો

દેલવાડા ખાતે ગુપ્ત પ્રયાગ તિર્થધામમાં સોનુ અને રોકડ રકમની ચોરી થયાનો બનાવ બન્યો હતો. અને જેમા જાણભેદુ હોવાની શંકા પોલીસે વ્યક્ત કરી હતી.

અને ગણતરીના કલાકોમાં જ આ શખ્સને ઝડપી લીધો હતો. આ અંગેની મળતી વિગત મુજબ ઊના પંથકનાં દેલવાડા ખાતે ગુપ્ત પ્રયાગ આશ્રમમાંથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ સહીત કુલ 4.81 લાખની ચોરી કરનાર શખ્સની પોલીસે પકડી પડવા ચક્રગતીમાન કરતા સીલોજ ગામે રહેતો અને ડ્રાઇવીંગનો વ્યવસાય કરતો બંસીભારથી બટુકભારથી ગોસ્વામી (ઉ.વ. 27)એક વર્ષ પહેલા ગુપ્ત પ્રયાગ આશ્રમમાં નોકરી કરતો હોય અને કોઇ કારણોસર તેમને નોકરીમાંથી છુટો કરી દેવામાં આવેલ તેમ છતાં પણ તેમની અવર જવર આશ્રમ પર રહેતી હોય અને આશ્રમમાં ચોરી થતાં બંસીભારથી શંકાના દાયરામાં હોય.

તેથી ઊના પીઆઇ એમ. યુ. મસી તેમજ પોલીસ સ્ટાફે ગણતરીની કલાકમાં તેમને ઝડપી પુછપરછ કરતા બંસીભારથી ભાંગી પડ્યો હતો. અને પોલીસ સમક્ષ પોતે ચોરી કરી હોવાની કબુલાત આપતા પોલીસે તેમની પાસેથી રૂ. 50 હજાર રોકડા, તથા સોનાનો ચેઇન તેમજ માળા કુલ રૂ.1.90 લાખનો મુદ્દામાલ કબ્જે કરી લીધેલ છે.

આ સીવાય રૂ.2,71,400ના સોનાના દાગીના ઊના બેંક ઓફ ઇન્ડીયામાં ગીરવે મુક્યા હોવાનું પણ ખુલવા પામેલ છે. આ ચોરીનો ભેદ ઉકેલાય જતાં પોલીસે તમામ સોનાના દાગીના કબ્જે કરેલ હોય જ્યારે ચોરીમાં રૂ.70 હજાર રોકડ ગયેલ હોય તેમાંથી રૂ.50 હજાર પોલીસે કબ્જે કરેલ છે. જ્યારે બાકીના રૂ.20 હજાર બંસીભારથીએ કોઇને ઉછીના આપેલ હોવાનું પોલીસ સમક્ષ જણાવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...