વંચિતોને ન્યાય આપવા માંગ:વેરાવળ-સોમનાથ અને ચોરવાડ પંથકમાં જરૂરીયાતમંદોને સરકારી અનાજ આપવા માંગ, કુંટુંબોને અન્ન કાયદામાં ધારાસભ્યની રજૂઆત

ગીર સોમનાથ (વેરાવળ)10 દિવસ પહેલા
  • ધારાસભ્યએ કરાવેલ સર્વેમાં નોંધાયેલ જરૂરીયાતમંદ કુંટુંબોની અરજીઓ તૈયાર કરાવી પ્રાંત અધિકારીને આવેદનપત્ર રૂપી આપ્યા

વેરાવળ-સોમનાથ જોડીયા શહેર અને પંથક તથા ચોરવાડમાં સોમનાથના કોંગી ધારાસભ્ય દ્વારા જરૂરીયાતમંદ પરીવારો કે જેઓને સરકારી અનાજ ન મળતું હોય અથવા કોઈ કારણોસર વંચિત હોય તે અંગે સર્વે કરાવેલ હતો. જેમાં વેરાવળ તાલુકામાંથી 30, જ્યારે શહેરી વિસ્તારમાંથી 431 મળી કુલ 461 જરૂરીયાતમંદ પરીવારોની વિગત મળેલ હતી. આવી જ રીતે ચોરવાડમાં કરાવેલ સર્વેમ 63 મળી આવેલ હતા. આ તમામ 520 થી વધુ પરીવારોની પિરિસ્થતી ગંભીર હોવાથી તેઓને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો- 2013 હેઠળ સરકારી અનાજ મળવાની પાત્રતા ધરાવે છે. જેથી આ તમામ પરીવારોની અરજીઓ સાથે આવેદનપત્ર ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પ્રાંત અધિકારીને આપીને વ્હેલીતકે જરૂરીયાતમંદ પરીવારોને લાભ આપવા માંગણી કરી હતી.

સોમનાથના ધારાસભ્યની આગેવાનીમાં જયકરભાઈ ચોટાઈ, હીરાભાઈ રામ, નગરસેવક અફઝલ પંજા, રાકેશ ચુડાસમા, કાજલ લાખાણી સહિતના કોંગી આગેવાનો અને કાર્યકરો સૂત્રોચ્ચાર પોકારતા પોકારતા રાજમાર્ગે ઉપર ફરી નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યાં હતા.

કોરોનાના કારણે લોકોની પરિસ્થિતિ ડામાડોળ થઈ
આ અંગે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ જણાવેલ કે, છેલ્લા બે-ત્રણ વર્ષથી કોરના મહામારીમાં લદાયેલા લોકડાઉનના કારણે અનેક લોકોના ધંધા રોજગાર બંધ થઈ ગયા હોવાથી અનેક મુશ્કેલીઓ સહન કરી રહ્યા છે તો ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે. તેમાં ખાસ કરીને જતાં સામાન્ય અને અતિ ગરીબ વર્ગના લોકોની આર્થિક પરિસ્થિતી લથડી ગયેલ છે. એવા સમયે આ વર્ગના ઘણા પરીવારોને ઘણા વર્ષો પહેલા રાશન કાર્ડ ઉપર અનાજ મળતુ તે પણ આશરે છએક વર્ષ પહેલા બંધ થયેલ છે.

સર્વે કરાવતા જરૂરીયાતમંદ પરીવારોની ઓળખ થઈ
જેથી આ અંગે અમો દ્વારા સોમનાથ વિધાનસભાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તાર અને ઓજ વિસ્તારમાં સર્વે કરતાં ગ્રામ્ય વિસ્તારમાથી 30 અને વેરાવળ સોમનાથ શેહેરી વિસ્તારમાંથી 431 મળી કુલ 461 જરૂરીયાતમંદ પરીવારોની અરજીઓ મળી હતી. તેમજ ચોરવાડ ખાતે સર્વે કરતાં 63 અરજીઓ મળેલ હતી. આ તમામ પરીવારોને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો-2013 હેઠળ અનાજ મળવા પાત્ર છે. જેથી આ તમામ અરજીઓ રૂબરૂ પ્રાંત અધિકારીને આવેદન પત્ર સાથે આપેલ છે. તેમજ ગાંધીનગર ખાતે પરામર્શ સમિતિની બેઠકમાં લઈ શકાય અને વ્હેલીતકે અરજીઓનો હકારાત્મક નિકાલ કરી સર્વે મુજબ આવેલા તમામ જરૂરિયાતમંદ રેશનકાર્ડ ધારકોને અનાજ આપવા મંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...