વેરાવળમાં ભિડીયા વિસ્તારમાં થોડા દિવસ પહેલા એક જર્જરિત મકાન ધરાશાયી થયું હતું. જેમાં એક બાળકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. જ્યારે બે બાળકોને ગંભીર ઈજા પહોંચી હતી. આ બનાવને લઈ સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાએ પરિવારજનોની મુલાકાત લીધી હતી. અને મૃતક અને ઈજાગ્રસ્ત બાળકોને આર્થિક સહાય મળે એ માટે મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી હતી.
ઈજાગ્રસ્ત બાળકોને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હોય અને સરકાર દ્વારા વહેલીતકે સહાય ચૂકવવામાં આવે જેથી આ બાળકોને સારી સારવાર મળી રહે એવી માંગ પણ કરી હતી. આ ઉપરાંત વેરાવળ શહેરમાં જર્જરિત બાંધકામોને ચોમાસા પહેલા ઉતારી લેવા પણ પાલિકાને ટકોર કરી હતી. જેથી આવા બનાવો અટકી શકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.