રજૂઆત:2 વર્ષથી નિષ્ફળ જતા કેસર કરીના પાકને કિસાન સહાય યોજનામાં સમાવી વળતર ચૂકવવા માંગ

ઊનાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઊના તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ સહિત ખેડૂતોની મામલતદારને રજૂઆત

ઊના પંથકમાં મોટાભાગના ખેડૂતો બાગાયતી ખેતી પર આધારીત છે. અને કેસર કેરીના બગીચાઓમાં વાવાઝોડાને કારે ભારે નુકસાન થયું છે. ત્યારે આ બાબતે સરકાર દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડૂતોને સહાય ચુકવવામાં આવે એવી માંગ ઊના તાલુકા ભારતીય કિસાન સંઘના પ્રમુખ બાબુભાઇ મકવાણા, દશરથસિંહ ગોહીલ સહીતના આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો દ્રારા કૃષિ પશુપાલન ગૌ સવર્ધન મંત્રી રાઘવજી પટેલને સંબોધી ઊના મામલતદારને લેખિત રજુઆત કરી હતી.

ઊના તાલુકામાં મોટાભાગના ખેડૂતો બાગાયતી ખેતી પર નિર્ભર છે અને તેમા પણ મુખ્યત્વે કેસર કેરીનો પાક વર્ષમાં એકજ વાર લેતા હોય છે. અને છેલ્લા પાંચ વર્ષથી કેસર કેરીના ઉત્પાદનમાં સતત ઘટાડો નોધાઇ રહ્યો છે. જેને લીધે મોટાભાગના ખેડૂતોએ આંબાનું કટીંગ કરી બીજા પાક તરફ વળી રહ્યાં છે. ગત વર્ષે તોકતે વાવાઝોડાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

વાવાઝોડાને કારણે અને કમોસમી વરસાદ માવઠાને કારણે આ વર્ષે પણ 80 થી 85 ટકા કેસર કેરીનો પાક નિષ્ફળ છે. જેથી સતત બે વર્ષ સુધી ખેડૂતો આ આર્થિક નુકસાનીનો સામનો કરી શકે તેમ નથી. તેથી આ વર્ષ સરકાર તરફથી ખેડૂતોને સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી. અને જો સરકાર દ્રારા કોઇ સહાય ચુકવવામાં નહી આવે તો ખેડૂતોને ખુબજ આર્થીક કટોકટીનો સામનો કરવો પડશે.

આ પરિસ્થિતીને ધ્યાનમાં લઇને આ વિસ્તારના ગામડાઓના ખેડૂત આગેવાનો સરપંચો દ્રારા રજુઆત કરી કેસર કેરીના પાકને કિસાન સહાય યોજનામાં સમાવેશ કરી વળતર ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...