વેરાવળના ડારી ટોલનાકા બાબતે રજૂઆત કરવા ગયેલા સામાજીક અગ્રણી સહિત 10 લોકો સામે ફરીયાદ નોંધાઇ હતી. જેમાં 3 પત્રકારોના નામ પણ ગુનામાં હોઇ બનાવના સ્થળે પત્રકારો ફક્ત કવરેજ કરવા ગયા હોવાથી તેઓના નામ ગુનામાંથી દૂર કરવા માંગ ઉઠી છે. વેરાવળમાં તાજેતરમાં નેશનલ હાઇવે ઓથોરિટીની કચેરી ખાતે બનેલી ઘટનાએ ચકચાર મચાવી છે. જેમા સામાજીક અગ્રણી જગમાલ વાળા તેમના સ્ટાફ સાથે ડારી ટોલનાકાની રજૂઆત કરવા ગયા હતા. આ ટોલનાકા વિરૂધ્ધ તેમનું ઉપવાસ આંદોલન પણ ચાલી રહ્યું છે.
જે સંદર્ભે તેઓ હાઇવેના પ્રોજેક્ટ ડાયરેક્ટરને રુબરુ મળી રજૂઆત કરવા ગયા હતા. એ વખતે મિટીંગનું કવરેજ કરવા ગયેલા 3 પત્રકારો સામે પણ ફરીયાદ નોંધાઇ હતી. આ સમગ્ર બનાવના વિડીયો પણ સોશ્યલ મીડીયામાં વાયરલ થયા હતા. ત્યારબાદ ફરિયાદ નોંધાતા 3 પત્રકારો સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને જામીન પર મુક્ત પણ કરવામાં આવ્યા હતા. જોકે, પત્રકારો ઘટનાનું કવરેજ કરવા ગયા હતા. આમ છત્તાં તેઓના નામ ફરિયાદમાં આરોપી તરીકે હોઇ આ મામલે તપાસ કરી તેઓના નામ કાઢી નાંખવાની રજૂઆત કરાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.