તપાસ:સોમનાથ રેલવે સ્ટેશન ખાતેથી મૃતદેહ મળ્યો,તપાસ હાથ ધરાઈ

વેરાવળ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રેન હડફેટે આવી જતાં મોત થયું હોવાનું અનુમાન
  • વાલી વારસોએ વેરાવળ રેલ્વે પોલીસનો સંપર્ક કરવો

સોમનાથ રેલ્વે સ્ટેશન પર ટ્રેન અડફેટે આવતા અજાણ્યા વ્યક્તિનું મોત નિપજ્યું હતું અને મૃતદેહ મળી આવતાં હાલ વેરાવળ સિવિલ હોસ્પિટલે કોલ્ડરૂમમાં મૂકવામાં આવ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ અંગેની મળતી વિગત મુજબ,સોમનાથ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી ઊભી રહેલ અમદાવાદ - સોમનાથ ઇન્ટરસિટી ટ્રેનમાં કોઈપણ રીતે હડફેટે આવતા અજાણ્યા વ્યક્તિ અંદાજે ઉ.વ. 45, બ્લુ કલરની લાઈનિંગ વાળું શર્ટ અને કોફી કલરનુ પેન્ટ ની ઓળખ ન મળી આવતા રેલ્વે પોલીસ દ્વારા મૃતદેહ વેરાવળ સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલ હતી.તેમના કોઈ વાલી વારસા હોઈ તેઓએ જૂનાગઢ અથવા વેરાવળ રેલ્વે પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...