લોકોમાં રોષ:સોનપરા ગામે 70થી વધુ મકાન પર જોખમી વીજ વાયરો, તંત્રએ કહ્યું, રૂ.3500 ભરો તો હટે

ડોળાસાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આંદોલનની ચિમકી, નવું બાંધકામ પણ ન થઈ શકતું હોય લોકોમાં રોષ

ડોળાસા પાસેના સોનપરા ગામે 70થી વધુ મકાનો પરથી વીજવાયરો પસાર થતા હોય જેથી લોકો તંત્ર પાસે પહોંચ્યા હતા. અને દૂર કરવાની માંગ કરી હતી. જો કે, રૂ.3500 ભરવાનંુ કહેતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગીરગઢડા પંથકનાં સોનપરા ગામે આશરે 50 વર્ષ પહેલા વીજળી કરણ થયું ત્યારે તંત્ર દ્વારા આડેધડ વીજવાયરો બાંધવામાં આવ્યા હતા. જે હાલ લોકો માટે આડચણરૂપ બન્યા છે. અને અકસ્માતની ભિતી સેવાઈ રહી છે. હાલ આ વાયરો 70થી વધુ રહેણાંક મકાન પર હોય જેથી નવુ બાંધકામ પણ થઈ શકતું નથી. આ પ્રશ્નને લઈ લોકો કચેરીએ પહોંચ્યા હતા. અને રજૂઆત કરી હતી. જો કે, તંત્રએ ઘર દીઢ રૂ.3500 ફી ભરવાનું કહેતા લોકોમાં રોષ ભભુક્યો હતો. અને આંદોલનની ચિમકી ઉચ્ચારી હતી. આ પ્રશ્નને લઈ ગામના અગ્રણી ઉમેશભાઈ વાઢેળે પણ રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...