રજૂઆત:ગીર સોમનાથમાં અતિભારે વરસાદથી ખેડૂતોને નુકસાન : વળતર ચૂકવો

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરોમાં પાણી ઘુસી જતા ચીજવસ્તુઓ તણાઈ, ધારાસભ્યની રજૂઆત

હાલ ચોમાસાની સિઝન શરૂ હોય ત્યારે ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લા સહિત સમગ્ર રાજ્યભર માં અતિભારે વરસાદ થયો છે. ત્યારે સોમનાથના ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા પોતાના મત વિસ્તાર ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના ખેડૂતો સહિત પ્રજાજનોને થયેલ નુકશાન અંગે રૂબરૂ મુલાકાત લીધી હતી અને ખેડૂતોના ઊભા પાકો તેમજ નીચાણવાળા વિસ્તારોમાં લોકોના માલ ઢોરને થયેલ નુકશાનને પહોંચી વળવા યોગ્ય વળતર મળી રહે તેવા હેતુથી મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

બીજી તરફ વેરાવળ અને પાટણ જોડિયા શહેરમાં પણ ઘણા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે.જેમાં ખાસ વોર્ડ નં .1 ના હરસિદ્ધિ સોસાયટી સહિત વોર્ડ નં .5 , 6 , અને 8 તથા વેરાવળના શહેરી વિસ્તારોની સોસાયટીઓમાં વરસાદના કારણે ઘરોમાં પાણી આવતા ઘરોની અંદર અનાજ તથા ઘર - વખરી પાણીના પૂરમાં તણાયેલ છે.

ઉપરાંત જુનાગઢ જિલ્લાના ચોરવાડ શહેરમાં વાડીવિસ્તારોમાં પણ લોકોના ખેતરોમાં અતિશય પાણી આવતા તમામ પાકોને નુકશાન થયેલ છે તેમજ ચોરવાડ શહેરમાં પણ નીચાણ વાળાવિસ્તારો જેમાં વોર્ડ નં .2 ગાર્ડન વિસ્તાર , વોર્ડ નં . 3 પાણીના ટાંકા વિસ્તાર , વોર્ડ નં .4 અખેડા વિસ્તાર અને વોર્ડ નં .6 વડોવન વિસ્તાર આમ તમામ નીચાણવાળા વિસ્તારોમાં તાત્કાલિક ધોરણે યોગ્ય સર્વે કરાવીને યોગ્ય વળતર ચુકવવા અને યોગ્ય સહાય આપવા મુખ્યમંત્રીને લખેતી રજૂઆત કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...