વેરાવળ પાટણ સયુંકત નગરપાલિકા દ્વારા 100 જેટલા કર્મીઓનો ગત 31 ડિસેમ્બરના રોજ કોન્ટ્રાકટ પૂર્ણ થતાં પાલિકાનું આર્થિક ભારણ ઘટાડવા અને જરૂરિયાત ન જણાતાં કોન્ટ્રાકટ રીન્યુ કરાયો નથી અગાઉ નગરપાલિકા પાસે 556 જેટલા કર્મચારીઓ હતા.જેમાંથી ગત ઓગસ્ટ માસમાં 50 જેટલા આઉટસોર્સ કર્મીઓને પાલિકા દ્વારા છૂટા કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ ફરી 100 કર્મીઓનો કોન્ટ્રાકટ ગત 31 ડિસેમ્બરના રોજ પૂર્ણ થતાં રીન્યુ કરવામાં આવ્યો નથી.આ અંગે જાણવા મળતી વિગતો મુજબ જે કર્મચારીઓનો કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવ્યો નથી તે મોટા વોર્ડ ન.1,2 અને 8 ના છે.જેથી ક્યાંકને ક્યાક સફાઈ સમયસર ન થાય તેવા પ્રશ્નો પણ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
ગત માસમાં કેટલી રકમ ચૂકવાઈ'તી
કાયમી કર્મીઓને 13 લાખ, ફિક્સ કર્મીઓને 8 લાખ, રોજમદાર કર્મીઓને 29 લાખ ઉપરાંત આઉટસોર્સ જેમનો કોન્ટ્રાકટ રીન્યુ નથી કરાયો તેમને 13 લાખ 50 હજાર મળીને કુલ 63 લાખથી વધુ રકમ ડિસેમ્બરમાં પાલિકા દ્વારા ચૂકવવામાં આવી હતી.
મોટા ભાગના વિસ્તારોમાં સફાઈ થતી નથી !
નોંધનીય છે કે, પાલીકા દ્વારા ઓગસ્ટમાં છૂટા કરવામાં આવેલા 50 કર્મીઓને બાદ કરતાં અત્યાર સુધી 516 જેટલા કર્મચારીઓને મહિને 63 લાખ 80 હજાર જેટલી માતબર રકમ ચૂકવવા છતાં શહેરમાં મોટા ભાગના વિસ્તારોમાં ગંદકીની ગંજ જોવા મળે છે.
શું કહે છે ચીફ ઓફિસર?
પાલિકા ચીફ ઓફિસર ચેતન ડુડિયાએ જણાવ્યું કે હાલ 100 જેટલા સફાઈ કામદારોનો કોન્ટ્રાકટ પૂર્ણ થતાં હાલ તેમની જરૂરિયાત ન જણાતા કોન્ટ્રાકટ રીન્યુ કરવામાં આવ્યો નથી.જેટલા સફાઈ કર્મીઓએ છે તે તમામ વિસ્તારોમાં પહોંચી વડે તેવી વ્યવસ્થા કરાઇ છે.ઉપરાંત પાલિકા પરથી 13 લાખથી વધુની રકમ નું ભારણ પણ ઘટશે.ઉપરાંત નજીકના દિવસોમાં ડોર ટુ ડોર કોન્ટ્રાકટ માં પણ ફેરફાર કરી યોગ્ય એજન્સીને કોન્ટ્રાકટ આપવામાં આવશે જેથી શહેરમાં સફાઈની સમસ્યાને નિવારી શકાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.