મોડેલ પર આપ નેતાનું દુષ્કર્મ:'તું મારી સાથે સંબંધ રાખ, હું તારુ નામ દુનિયામાં ફેમસ કરી દઈશ' કહીને AAPના નેતાએ પીડિતાની મરજી વિરૂદ્ધ શરીર સંબંધ બાંધ્યાની ફરિયાદ

ગીર સોમનાથ (વેરાવળ)2 મહિનો પહેલા

"તું મારી સાથે સંબંધ રાખ હું તારૂ નામ દુનીયામાં ફેમસ કરી દઈશ" આ શબ્દો વેરાવળ આમ આદમી પાર્ટીના નેતા એવા ફિલ્મ મેકીંગ કંપનીના માલીકે કહી મોડેલ બનવા માંગતી યુવતી પર બળજબરીથી દુષ્કર્મ આચાર્યુ હોવાના આક્ષેપ સાથે પીડિત યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધી આરોપી આમ આદમી પાર્ટીના નેતાની ત્વરીત ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કાસ્ટીંગ કાઉચનો મામલો સામે આવતા પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.

નેતાની ત્વરીત ધરપકડ કરાઈ
નેતાની ત્વરીત ધરપકડ કરાઈ

મહિલા મિત્રએ પીડિતાની ઓળખાણ નેતા સાથે કરાવી
વેરાવળમાંથી સામે આવેલ કાસ્ટીંગ કાઉચના મામલાની પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મોડેલ બનાવની ઈચ્છા હોવાથી તે લાઈનમાં જવા પીડિત યુવતીએ તેની મહિલા મિત્રને વાત કરી હતી. જે અંગે તેણીએ તેની અન્ય એક મહિલા મિત્ર થકી ઓળખાણ થયેલ ત્યારે તેણીએ વેરાવળમાં રહેતા એવા વિશ્વાસ ફિલ્મના માલીક ભગુભાઈ વાળાને ઓળખતી હોય તેની સાથે વાત કરીને પરીચય કરાવી દેશે તેવી વાત કરી હતી. દરમ્યાન ગઈકાલે પીડિતા તેની બંન્ને મહિલા મિત્રો સાથે સોમનાથ દર્શન કરવા બસ મારફત આવી હતી. ત્યારે વિશ્વાસ ફિલ્મના ભગુભાઈને બસ સ્ટેન્ડએ બોલાવી મોડલ બનવાની ઈચ્છા ધરાવતી પીડિતાની ઓળખાણ કરાવી હતી.

તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા
તાજેતરમાં જ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા

ફાર્મ હાઉસમાં પીડિતાનું મોડેલીંગ ફોટોશુટ કરવાનું નક્કી કર્યુ
ભગુભાઈએ પીડિતાની ત્રણેય મહિલા મિત્રોને કહ્યું કે, પીડિતાને ઓફીસે લઈ જઈ મોડેલીંગની કામની વાત કરી લવ તમે બંન્ને સોમનાથ દર્શન કરી આવો. બાદમાં પીડિતાને બાઇકમાં બેસાડીને ભગુભાઈ લવકુશ એપા.માં આવેલ તેના ફ્લેટ પર લઈ ગયા હતાં. જ્યાં બે ફોટોગ્રાફર આવ્યાં અને તેમની હાજરીમાં બે દિવસ બાદ કોઈ ફાર્મ હાઉસમાં પીડિતાનું મોડેલીંગ ફોટોશુટ કરવાનું નક્કી કર્યુ હતુ. બાદમાં બંન્ને ફોટોગ્રાફરો નીકળી જતા ફ્લેટમાં પીડિતા અને ભગુભાઈ એકલા બેઠા હતાં. ત્યારે ભગુભાઈએ પીડિતાની બાજુમાં આવીને વાંસો ધબોડી કહેલ કે, "તું મારી સાથે સંબંધ રાખ હું તારૂ નામ દુનિયામાં ફેમસ કરી દઈશ".

જી.બી.બાંભણીયા-DYSP ગીર સોમનાથ
જી.બી.બાંભણીયા-DYSP ગીર સોમનાથ

મહિલા મિત્રોએ પૂછતાં પીડિતાએ સમગ્ર ઘટના વર્ણવી
તે સમયે ગભરાયેલા પીડિતાએ તમે આવું ન કરવાનું કહી રડવા લાગી હતી. ત્યારે ભગુભાઈએ હું કહું તેમ જ કર નહીંતર તને બદનામ કરી નાખીશ તેમ કહીને બળજબરીથી પીડિતાની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચાર્યુ હતું. બાદમાં આ વાત કોઈને કહેતી નહીં તેવી ધમકી આપી હતી. બાદમાં પીડિતાને બંન્ને મહિલા મિત્રો સાથે પરત જવા નીકળી ગઈ હતી. ત્યારે પીડિતાના ગભરાયેલા હાવ ભાવ અંગે બંન્ને મહિલા મિત્રોએ પૂછતાં પીડિતાએ તેની સાથે ઘટેલ ઉપરોક્ત ઘટના વર્ણવી હતી. બાદમાં ત્રણેય મહિલા મિત્રો ફરિયાદ કરવા અર્થે રાત્રીના જ વેરાવળ પોલીસ સ્ટેશને પહોંચી દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે ધરપકડ કરી
પોલીસે ફરિયાદના આધારે ધરપકડ કરી

પોલીસે પુરાવા એકત્ર કરવા કાર્યવાહી હાથ ધરી
આ મામલે સીટી પીઆઈ ઈશરાણીએ જણાવેલ કે, પીડિતાની કેફીયતના આધારે આરોપી વિશ્વાસ ફિલ્મસના માલીક ભગુ વાળા સામે આઈપીસી કલમ 376 મુજબ ગુનો નોંધી પીડિતાનું મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું. આ ગુનાના આરોપી ભગુ વાળાની ત્વરીત ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તેનો કોવિડ ટેસ્ટ કરાવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઘટનામાં પુરાવા એકત્ર કરવા અંગે કાર્યવાહી હાથ ધરી છે.

દુષ્કર્મના કૃત્યથી પંથકમાં ચકચાર પ્રસરી
અત્રે નોંધનીય છે કે, વેરાવળમાં સામે આવેલા કાસ્ટીંગ કાઉચના મામલાની આરોપી ભગુ વાળા ઘણા વર્ષોથી જિલ્લા કોંગ્રેસને નેતા તરીકે સક્રીય હતાં અને તાજેતરમાં જ તેઓએ કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયા હતાં. આ ઉપરાંત તેઓ કલાકારોને યોગ્ય સ્થાન મળી રહે તે માટે એક સંસ્થા પણ ચલાવતા હોવાની માહિતી સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. ત્યારે એક મોડેલ બની કરીયર બનાવવાનું સ્વપ્ન સેવેલ યુવતી સાથે કરેલ દુષ્કર્મના કૃત્યથી પંથકમાં ચકચાર પ્રસરી ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...