કોરોના અપડેટ:કોબની મહિલાને કોરાના, આરોગ્ય તંત્રમાં દોડધામ

ઊના17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શર્દી, ઉધરસ હોય હોસ્પિટલે સારવાર અર્થે આવતા કેસ સામે આવ્યો

કોરોનાનાં કેસમાં દિવસેને દિવસે વધારો જોવા મળી રહ્યો છે તેની સામે દર્દીઓની રીકવરી પણ થતી હોય ત્યારે આજે ઊના પંથકમાં પણ એક મહિલા કોરાના પોઝીટીવ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયું છે.ઊના તાલુકાના કોબ ગામે એક મહીલાને દર્દી, તાવ, ઉઘરસ હોય સરકારી હોસ્પીટલે તપાસ સારવાર અર્થે આવેલ હોય તબીબે તપાસ કરી રેપીટેડ સેમ્પલ લેવામાં આવેલ હતો. જેમાં આ મહીલા કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો છે.

જેથી આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જોકે આરોગ્ય વિભાગ દ્રારા આ મહીલાના સેમ્પલ લીધા બાદ પોતાના ઘરે જતી રહેલ હોય તેના મોબાઇલ નંબર લીધેલ પરંતુ હાલ મોબાઇલ નંબર બંધ આવતા આરોગ્ય તંત્ર ધંધે લાગી ગયેલ અને આરોગ્ય તંત્ર દ્રારા મહીલાના પરીવારના સભ્યોના સેમ્પલ લેવામાં આવશે અને તે સેમ્પલને ઉપર મોકલાવી આગળની તપાસ હાથ ધરાશે. તેવું તાલુકા હેલ્થ ઓફીસર દ્વારા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...