પ્રાણપ્રતિષ્ઠા દિવસ:સોમનાથનાં 72માં સ્થાપના દિનની ઉજવણી, મહાદેવની મહાપૂજા, સરદાર વંદના, દિપમાળા સહિત કાર્યક્રમો યોજાયા

વેરાવળ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

સોમનાથ મહાદેવની પ્રાણપ્રતિષ્ઠા 11 મે 1951માં રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદનાં હસ્તે કરવામાં આવી હતી. સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર દેશ- વિદેશમાં વસતા શિવભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. રત્નાકર સમુદ્રતટ પર બિરાજમાન આદિ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવ મંદિરનો આજે તારીખ પ્રમાણે 72મો પ્રાણપ્રતિષ્ઠા દિવસ છે.

આ દિવ્ય પ્રસંગના સાક્ષી ટ્રસ્ટી જે.ડી.પરમારે જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિએ શિવલીંગના તળ ભાગે રાખેલી સુર્વણ શલાકા ખસેડીને શિવલીંગની સ્થાપના કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અને 108 તીર્થસ્થાનોના અને 7 સમુદ્રના જળથી શિવલીંગનો અભિષેક કરાયો હતો. આ પળે 101 તોપોના ગગનભેદી નાદ સાથે ઘંટનાદ થયો હતો.

આજે 72માં સ્થાપના દિવસ નિમીતે સરદાર વંદના અને સરદારને પૂષ્પાજંલિ અર્પણ કરાઈ હતી. તેમજ ત્યારે જે શૃંગારની પ્રતિકૃતિરૂપ શૃંગાર મુખ્ય પુજારી દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે ટ્રસ્ટના અધિકારી, કર્મચારી તથા સ્થાનિક તિર્થ પુરોહિતો જોડાયા હતા. તેમજ વિશેષ શૃંગાર અને દિપમાલા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...