સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ સાનિધ્યે દિવસે દિવસે યાત્રિકોનો ઘસારો જોવા મળે છે.અને છેલ્લા 10 દિવસમાં રખડતા આખલાઓએ 3 યાત્રિકોને ગંભીર ઇજાઓ પહોંચાડી હતી.જેના લીધે બીજી વખત સોમનાથ સાનિધ્યે પરત ન આવવાની ખરાબ છાપ લઇને યાત્રીઓ પરત ફરી રહ્યા છે.જેથી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.આ અંગે મળતી માહિતી મુજબ રાજસ્થાનના નિવાસી 62 વર્ષીય કુસુમબેન જૈન પરિવાર સાથે સોમનાથ દર્શનાર્થે આવ્યા હતા ત્યારે આખલાએ તેમના પર હુમલો કરતા તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
હોઠના ભાગે 6 ટાકા લેવા પડ્યા હતા.ત્રણ કલાક સુધી તેમનું બ્લડ રોકાયું ન હતું અને આંખના ભાગે વધુ ઇજા થવાના લીધે તેમને આગળ રિફર કરવા પડ્યા હતા.આવો ભયજનક બનાવ બનતા તેઓએ જતી વેળાએ જણાવ્યું હતું કે હવે બીજી વખત અમે અહી નહિ આવશું તેમજ હિતેચ્છુઓ ને પણ નહિ મોકલીશું.
તેજ દિવસ 65 વર્ષીય રાજસ્થાનના વૃદ્ધા પર પણ આખલાએ હુમલો કરતા હાથમાં ભારે ઇજાઓ થઇ હતી તેમજ આંગળી ક્રેક થઈ હતી.ત્યારે ડોકટરોને પણ ટકા કેમ લેવા તે પ્રશ્ન સર્જાયો હતો.ત્રીજા બનાવમાં અંદાજે 45 વર્ષીય દર્શનાર્થી ને પાછળથી આખલાએ ઉડાડતાં ઇજાઓ થઇ હતી તેમને પણ પ્રાથમિક સારવાર આપી રવાના કરાયા હતા.
બીજી તરફ જોઈએ તો જ્યારે વીઆઇપી આવતા હોઈ ત્યારે ટ્રસ્ટ અને સંકલન પૂરેપૂરૂ સંકલન કરી વ્યવસ્થામાં કોઈ કચાસ ન રહે તેવી તકેદારી રાખતા હોય છે.ત્યારે સામાન્ય માણસો માટે શું ? તેવા પ્રશ્નો લોકો ઉચ્ચારી રહ્યા છે.વડાપ્રધાન ખુદ સોમનાથ ટ્રસ્ટના ચેરમેન છે ત્યારે જો તંત્ર દ્વારા જ કોઈ તકેદારી ન રાખવામાં આવે તો આવનારા દિવસોમાં યાત્રાળુઓ આવી જ ખરાબ છાપ લઇને પરત ફરે તે ખૂબ જ ગંભીરતાજનક બાબત છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.