ગીરગઢડા તાલુકાના ગીર જંગલ વિસ્તારને અડીને કોદીયા ગામ થી ઘોડવાડીજંગવડ અને અન્ય 3 નેસને જોડતો મચ્છુન્ડ્રી નદી ઉપર ના બ્રિજ એકમાત્ર જંગલ માં વસવાટ કરતા લોકોની જીવાદોરી સમાન પુલ હતો જે નીચો હોવાના લીધે ચોમાસા દરમીયાન નદીમાં પુર આવતાં બંધ થાય જતો અને ઘોડાવડી જંગવડ અને અન્ય ૩ નેસ ના લોકો સંપર્ક વિહોણા બની જતા હોય છે અને રજૂઆત બાદ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજન અંતર્ગત આ બ્રિજ નું નવીનીકરણ કરવામા આવ્યું છે. સરકાર દ્વારા રૂ.1,43,53,113 ના ખર્ચે નવો બ્રિજ બનાવવાની કામગીરી હાલ ચાલુ હતી જેને ઇરીગેશન વિભાગ દ્રારા ડિઝાઇન માં ફેર કરવાનું હોવાથી કામ અટકાવ્યું હતું.
આ બ્રિજ કોદીયા ગામથી ઘોડાવાડી ,જંગવડ અને અન્ય 3 નેસ જોડાયેલ છે અને જો આ બ્રિજ ચોમાસા દરમિયાન પૂરો ન કરાઇ હતો ચોમાસામાં લોકોને એજ સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.જેથી કામ વહેલું પૂર્ણ કરવાની માંગ સાથે ગ્રામજનો અને છાત્રો મચ્છુન્ડ્રી નદી ના પટ માં પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો જેમની જાણ તંત્રને થતા કાર્યપાલક ઇજનેર પંચાયતના ઇજનેર ભદોરિયા, કાર્યપાલક ઇજનેર ઇરીગેશન ના ઇજનેર કલસરિયા તેમજ ગીર ગઢડા મામલતદાર પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને જણાવ્યું હતું કે મચ્છુન્દ્રી નદી ઉપર ના ડેમનો સમાવેશ વર્લ્ડ બેંક માં થવાથી આ બ્રિજ ની ડિઝાઇન રીવાઈઝ થવાથી બ્રિજની ડિઝાઇન ચેક કરવા માટે અને તેમાં જરૂરી ફેરફાર કરવા માટે આ કામ હાલ પૂરતું મુલતવી રાખેલ છે જે 8 દિવસમાં કામગીરી શરૂ કરાશે બાદમાં મામલો થાળે પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.