આરોગ્ય પર ખતરો:ઊનામાં દાઝીયા તેલમાંથી ફરસાણ બનાવી ગ્રાહકોને ધાબડી દેવાઈ છે

ઊના8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તંત્ર કેમ ઊંઘી રહ્યું છે ઉઠતા સવાલો, લોકોના આરોગ્ય પર ખતરો

ઊનામાં ફરસાણ,મીઠાઈના વેપારીઓ દુકાનમાં રાખેલ ભેળસેળ વાસી મીઠાઇ રાખીને ગ્રાહકોને ધાબળી દેતા હોવાની ફરીયાદો ઉઠી રહી છે . જે લોકોના આરોગ્ય માટે નુકસાન કારક સાબિત થઈ શકે છે. ત્યારેફરસાણ મીઠાઈ નમકીન વેપારીઓ દ્રારા દુકાનમાં રાખવામાં આવતી વિવિધ ચિજવસ્તુઓ ગાઠીયા બનાવવા માટે વાસી તેલનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય ગાઠીયા, ચેવડો, વિવિધ મીઠાઇ ક્યારે બનાવી છે અને કેટલા દિવસ સુધી રાખી શકાય તેમાં તારીખનું લેબલ મારવામાં આવતું નથી આમતો નિયમ મુજબ વિગત વાર ચિજવસ્તુઓમાં તારીખ લખવાની હોય તેમ છતાં આવા ફરસાણ,મીઠાઈના વેપારીઓ નિયમનો ઉલાળીયો કરી રહ્યા છે.

જેના કારણે ગ્રાહકો બિમારીનો ભોગ બની રહ્યા હોય આ બાબતે તંત્ર દ્રારા કોઇ તપાસ કરવામાં આવતી નથી જેથી આવા વેપારીઓ બેફામ બની ગયા છે. ત્યારે તંત્ર ક્યારે તપાસ કરી પગલા ભરશે ખરી ? ખરેખર સ્થળ તપાસ કરે તો સાચી હકીકતો પણ બહાર આવે તેમ છે. આવા અનેક સવાલો લોકોમાં ઉઠવા પામેલ છે. અને તંત્ર હવે નિયમનું પાલન ક્યારે કરાવશે તે જોવાનું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...