વેરાવળ તાલુકાના પંડવા ગામ નજીક ટ્રેકટરના ચાલકે મોટર સાયકલ ને હડફેટે લેતા ચાલકનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ટ્રેકટર ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અકસ્માતની પ્રાપ્ત વિગત મુજબ ઇન્દ્રોય ગામે રહેતા જગાભાઇ લાખાભાઇ બામણીયા તેમની મોટર સાયકલ નં. જી.જે. 32 ઇ. 5996 ની લઇ ઇન્દ્રોયથી પંડવા જઇ રહેલ તે વખતે ટ્રેકટર નં. જી.જે. 32 બી. 0934ના ચાલકે બેફીકરાઇથી ચલાવી મોટર સાયકલને હડફેટે લેતા જગાભાઇને માથા ના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી.
સારવાર માટે હોસ્પીટલમાં લઈ જવાયાં હતા જયાં ફરજ પરના તબીબે મૃત્યુ નીપજેલ હોવાનું જાહેર કરેલ હતું. આ બનાવ અંગે મૃતકના ભાઇ જયસુખભાઇ બામણીયાએ ટ્રેકટરના ચાલક કાનજી સોલંકી રહે.માથાસુરીયા સામે પોલીસમાં ફરીયાદ નોંધાવતા વધુ તપાસ પી.એસ.આઇ. મારૂ એ હાથ ધરેલ છે.આ અકસ્માત ના બનાવમાં યુવાનના મોત થી પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.