ધૈર્યાને ક્યાં ખબર હતી કે પિતા આવું કરશે..:14 વર્ષની દીકરીને રહેંસી નાખનારા ભાવેશ અકબરીએ 2018માં મોટા ઉપાડે પોસ્ટ કરી હતી, "મેરી બેટી, મેરા અભિમાન"

ગીર સોમનાથ (વેરાવળ)2 મહિનો પહેલા

તાલાલાના ધાવા ગીર ગામે 14 વર્ષીય ધૈર્યાની ભૂતનું વળગાડ હોવાની શંકાથી પિતાએ ઘાતકી હત્યા કરી નાંખી. અત્યારે સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બનેલી આ શોકિંગ ઘટનામાં વધુ એક ચોંકાવનારું તથ્ય બહાર આવ્યું છે. ધૈર્યાના હત્યારા પિતા ભાવેશે 2018માં સોશિયલ મીડિયા પર "મેરી બેટી, મેરા અભિમાન" જેવા લખાણ સહિતની પોસ્ટ કરી હતી. હવે આ જ ભાવેશે પોતાના અભિમાન સમાન દીકરીની શા માટે આટલી બધી યાતના આપીને હત્યા કરી તે વિચારથી લોકો તેના પર ફીટકાર વરસાવી રહ્યા છે.

ભાવેશે 2018માં સોશિયલ મીડિયા પર આ ફોટો મૂક્યો હતો
ભાવેશે 2018માં સોશિયલ મીડિયા પર આ ફોટો મૂક્યો હતો

મૂળ તાલાલાના ધાવા ગીર ગામના અને સુરત રહેતાં ભાવેશ અકબરીએ મોટા ભાઈ દિલીપ સાથે મળીને 14 વર્ષની દીકરી ધૈર્યાની હત્યા કરી હતી. પોતાની પુત્રીને વળગાડ છે તેવું ભાવેશને લાગતાં ભાઈ સાથે મળી તાંત્રિક વિધિના નામે તેણે ધૈર્યાનો બલિ ચઢાવી દીધો. ધૈર્યાને ધાવા ગીર ગામે પોતાની વાડીમાં બાંધી રાખીને સાત દિવસ સુધી ભૂખી-તરસી રાખી અનેક યાતનાઓ આપી હતી. આ ઉપરાંત બાળકીના કપડાં સળગાવી તે અગ્નિની નજીક બાળકીને આ નિષ્ઠુર પિતા ઉભી રાખતો હતો. જેનાથી બાળકીના શરીર ઉપર ફોડલા પડી ગયા હતા છતાં પણ આ શેતાન પિતાનું હૃદય નહોતું દ્રવ્યું.

આરોપી પિતા ભાવેશ અકબરી અને તેનો મોટો ભાઈ દિલીપ અકબરી
આરોપી પિતા ભાવેશ અકબરી અને તેનો મોટો ભાઈ દિલીપ અકબરી

સોશિયલ મીડિયામાં પુત્રીપ્રેમનો ખોટો દંભ
આ એ જ પિતા છે કે જેણે 3 જાન્યુઆરી, 2018ના રોજ સોશિયલ મીડિયા પર ધૈયાનો "મેરી બેટી મેરા, અભિમાન" સ્લોગન સાથેનો ફોટો અપલોડ કર્યો હતો. ત્યારે આ જ શેતાન પિતાએ પોતાની બાળકીને ક્રુરતાપૂર્વક મોતને ઘાટ ઉતારી દેતાં લોકોએ તેની સામે ફીટકાર વરસાવ્યો છે. આરોપીએ પોતાના કવર ફોટોમાં પણ દીકરી ધૈયાનો જ ફોટો રાખ્યો છે. જેને જોતાં તેની કહેણી કંઈ ઓર અને કરણી કંઈ ઓર હોવાનું છતું થાય છે. આરોપી પિતા ત્રણ મહિના પહેલા સુરતથી બાળકીને ધાવા મૂકી ગયેલો અને નવરાત્રીમાં અનુષ્ઠાનના બહાને વતન પોતે આવ્યો હતો.

14 વર્ષની માસૂમ ધૈર્યા અંધશ્રદ્ધાના દુષણની બલીએ ચઢી ગઈ
14 વર્ષની માસૂમ ધૈર્યા અંધશ્રદ્ધાના દુષણની બલીએ ચઢી ગઈ

સંબંધીઓેને રવાના કરી અંતિમ સંસ્કાર કર્યા હતા
આઠમા દિવસે બાળકીનું મોત થયું ત્યારે તેના શરીરમાં કીડા પડી ગયા હતા. જેની જાણ પિતા ભાવેશને થઈ ત્યારે સગા સંબંધીઓ સાથે તે બાળકીને સ્મશાને લઈ ગયો હતો. ત્યારે સંબંધીઓએ બાળકીના મૃતદેહમાંથી દુર્ગંધ આવતી હોવાનું જણાવ્યું હતું. તેમજ દીકરી ધૈયાની મોતનું કારણ પૂછતાં તેણે સંબંધીઓને પણ રવાના કરી દીધા હતા. બાદમાં ભાવેશ અને દિલિપ એમ બંન્ને ભાઈઓએ બાળકીના અંતિમ સંસ્કાર કર્યા હતા.

પોલીસને વાડીમાંથી કપડાં ભરેલાં બાચકાં અને રાખ ભરેલી કોથળી મળી હતી
પોલીસને વાડીમાંથી કપડાં ભરેલાં બાચકાં અને રાખ ભરેલી કોથળી મળી હતી

દીકરીના પિતા અને મોટા બાપુજી પોલીસના સકંજામાં
શરૂઆતમાં પોલીસને પરિવાર દ્વારા ખોટી માહિતી અપાયા બાદ પુરાવાઓ એકત્રિત કરી પોલીસે ફરી ઉલટ તપાસ કરી હતી. જેના પગલે બાળકીના નાનાએ સમગ્ર બનાવ પોલીસને જણાવ્યો હતો. જેથી હજુ પણ આ સમગ્ર મામલે પરિવારના અન્ય સભ્યોની સંડોવણી સામે આવવાની શક્યતા છે. હાલમાં માસૂમ દીકરીના નાનાએ તેમના જમાઈ ભાવેશ અકબરી અને તેના મોટા ભાઈ દિલિપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તાલાલા પોલીસે હત્યા સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સોશિયલ મીડિયા પર ખોટો દેખાડો કરનારો હત્યારો પિતા હમણાં પોલીસના સકંજામાં છે
સોશિયલ મીડિયા પર ખોટો દેખાડો કરનારો હત્યારો પિતા હમણાં પોલીસના સકંજામાં છે
અન્ય સમાચારો પણ છે...