ચાલકોને મુશ્કેલી:ઊનામાં વાહન લઈ નિકળતા પહેલાં ચેતજો, રોડ ઉપર દોઢ ફૂટના ખાડા

ઊના5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માટી, કાંકરી નાંખી સંતોષ માની લીધો, વરસાદ પડતા જ બધુ પાણીમાં

ઊના શહેરમાં દર વર્ષે ચોમાસાની સીઝન દરમ્યાન સામાન્ય વરસાદ પડવાની સાથે મુખ્ય રસ્તા પર મસમોટા ખાડા પડી જતાં હોય છે. ત્યારે હાલ શહેરના મુખ્ય રસ્તાઓ જેમાં ટાવર ચોકથી ત્રિકોણ બાગ, વડલા ચોક તેમજ વેરાવળ રોડ, ભાવનગર રોડ પર દોઢ બે ફુટના મસમોટા ખાડા પડી ગયેલ છે. જેના કારણે રોજના હજારોની સંખ્યામાં પસાર થતાં નાના મોટા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ સહીતના વાહનોમાં દર્દીઓ પણ હેરાન પરેશાન થઇ રહ્યાં છે. થોડા દિવસ પહેલા આ રસ્તા પર તંત્ર દ્રારા માટી કાંકરી નાખી સંતોષ માની લીધેલ હોય પરંતુ ફરી સામાન્ય વરસાદ વરસતાની સાથે રસ્તાની હાલત ખરાબ થતાં અનેક વાહનોમાં નુકસાન તેમજ અકસ્માતનો ભય અને વાહન પલ્ટી ખાઇ જતાં હોવાની ઘટના બની રહી છે. ત્યારે તંત્ર આ રસ્તાની તાત્કાલીક મરામત કરવામાં આવે તેવી લોકોની માંગણી ઉઠવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...