નિર્ણય:60 દિવસ સોમનાથમાં દરિયાનાં પાણીમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ

વેરાવળ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમનાથ મંદિરે દર્શનાર્થે બહોળી સંખ્યામાં ભાવિકો આવતાં હોય છે તેમજ દરિયાકિનારે જવાનું પણ ચૂકતા નથી અને દરિયામાં વારંવાર આવતા ઉંચા મોજાના લીધે તણાઈ જવાથી,સ્નાન કરતા ડૂબી જવાથી કે અન્ય રીતે માનવ મૃત્યુ ના બનાવો ભૂતકાળમાં બની ચુક્યા છે.આવા બનાવો ન બને તે માટે જાહેરનામું બહાર પડાયું છે.

સોમનાથ મંદિરની દક્ષિણ દિશા તરફ અરબી સમુદ્રમાં સોમનાથ મંદિરની પૂર્વ-પશ્ચિમ બન્ને સાઇડમાં આશરે 4 કીમીના વિસ્તારમાં દરિયાકાંઠે કોઈ પણ વ્યક્તિએ દરિયામાં સ્નાન કરવા જવું નહી તેમજ ઊંડા પાણીમાં જવા ને લઈ પ્રવેશબંધી કરાઈ છે.અને આ આદેશ 18 ડિસેમ્બરથી 60 દિવસ સુધી જારી રહેનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...