મહાદેવના દર્શન:ડિસે.નાં અંતમાં સોમનાથમાં 6 લાખથી વધુ ભાવિકો ઉમટ્યા

વેરાવળએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગત વર્ષ કરતા સંખ્યા સવાગણી વધી

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ સાનિધ્યે 2022ના અંતિમ માસ એટલે કે ડિસેમ્બરમાં 6 લાખ લોકો ઉમટી પડ્યા હતા અને દાદાના આશીર્વાદ મેળવ્યા હતા.ખાસ કરીને નાતાલ થી ન્યુ યર સુધીના તહેવારોમાં ખાસ કરીને લોકોનો ભારે ઘસારો જોવા મળ્યો હતો.

ગત વર્ષની જો વાત કરવામાં આવે તો 25 ડિસેમ્બર એટલે કે નાતાલથી 31 ડિસેમ્બર અને ન્યુ યર સુધીના દિવસોમાં 1,39,645 લોકોએ મહાદેવના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. જે આ વર્ષે સવા ગણા જેટલા વધીને 2,03,754 થયા હતા.

ઉપરાંત ડિસેમ્બર 2022 માસમાં 6 લાખથી વધુ લોકોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જ્યારે 25 ડિસેમ્બર 2021 થી 31 ડિસેમ્બર 2021 સુધીમાં કુલ 1,39,645 ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો.

25 થી 31 ડિસેમ્બર 2022 સુધીના દર્શનાર્થીઓ
25 થી 31 ડિસેમ્બર 2022 સુધી 7 દિવસના દર્શનાર્થીઓની વાત કરીએ તો માત્ર 7 દિવસમાં જ 203754 ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...