બિસ્માર હાઈવેથી અકસ્માતોની ભરમાર:વેળવા નજીક વધુ એક કન્ટેનર પલટી મારી ગયું; સદનસીબે જાનહાનિ ટળી; વારંવાર સર્જાતા અકસ્માતોથી લોકોમાં રોષ

ગીર સોમનાથ (વેરાવળ)23 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેળવા ગામના પાટીયા નજીક મચ્છી ભરેલું વધુ એક કન્ટેનર પલટી મારી ગયું હતું. આ અકસ્માત નેશનલ હાઈવેની ઘોર બેદકારીના કારણે સર્જાયો હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી રહી છે. કારણ કે, હાઈવે ઉપર ડ્રાઈવર્જનમાં પડેલાં મસ મોટા ખlડાઓની મરામત કરવાનો નેશનલ હાઈવે ઓથોરિટી સમય નથી એવો સુચક સવાલો ચાલકો ઉઠાવી રહ્યા છે.

બેલેન્સ નહીં જાળવતા કન્ટેનર પલટી મારી ગયું
જિલ્લાના ડોળાસાથી ચાર કિ.મી.દુર આવેલા વેળવા ગામે ગત તા. 30 ઓગષ્ટના રોજ વેરાવળથી મચ્છી ભરેલું કન્ટેનર વેળવા ગામના ડ્રાયવર્જનમાં પડેલા મોટા મોટા ખાડાઓના કારણે ધડાકા ભેર પલટી મારી ગયું હતું. જેના અખબારી અને ટીવી અહેવાલો ચમક્યા હતા. તેમ છત્તા આ ડ્રાયવર્જનની હજુ સુધી મરામત નહિ થતા આજે વધુ એક કન્ટેનર એજ ખાડાઓના કારણે ચાલકથી બેલેન્સ નહીં જળવાતાં કન્ટેનર પલટી મારી ગયું હતું.

મરામત નહિ થતા આઠ દિવસમાં બીજો અકસ્માત સર્જાયો
ગત મોડીરાત્રે GJ 33 T 0335 નંબરનું મચ્છી ભરેલું કન્ટેનર વેરાવળથી નીકળ્યું હતું. જે આજે વહેલી સવારે વેળવા ગામ નજીક પહોચેલ ત્યારે ફોરટ્રેક હાઈવેનું કામ જે સાત વરસથી ગોકળગતીએ ચાલુ છે. અહીં ડ્રાયવર્જન મોટા મોટા ખાડા પડી ગયા છે. તેની મરામત નહિ થતા આઠ દિવસમાં બીજો અકસ્માત સર્જાયો હતો.

હાઈવે રોડ આ ચોમાસા દરમ્યાન નેસ્ત નાબૂદ થઈ ગયો
ડોળાસા અને કોડીનાર વચ્ચે 18 કિ.મીનું અંતર છે. ફોર ટ્રેક રોડનું કામ 2015થી ચાલુ છે. પણ હજુ અડધું કામ થયું નથી. શું આ રોડ પૂરો થવામાં બીજા સાત વરસ લાગશે? એટલું જ નહિ માલગામ અને વેળવા ગામ વચ્ચેનો અડધો કિ.મીનો રોડ તદ્દન બેકાર હાલતમાં મુકાયો છે. ડોળાસાનો ગામમાંથી પસાર થતો હાઈવે રોડ આ ચોમાસા દરમ્યાન નેસ્ત નાબૂદ થઈ ગયો છે. રોડ બાબતે લોકોમાં ભારે રોષ ફેલાતા હાઈવે ઓથોરિટી આખા રોડમાં પથ્થરો નાખી જતી રહી છે. બાકીનું કામ (મેટલિંગ કામ) નહિ કરતા લોકોને ત્રણ કિ.મી.નો રોડ પસાર કરવામાં પરસેવો છૂટી જાય છે.પણ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને કંઈ પડી નથી. આખરે ડોળાસા અને વેળવા-માલગામનો રોડ વાહન સલામત રીતે ચાલી શકે તેવો પણ નહિ બને? કે પછી કોઈ જીવલેણ અક્સ્માતની રાહ જોવાઇ રહી છે? તેવા સવાલો ઉદભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...