વેરાવળની દર્શન સ્કૂલ તથા ન્યૂ દર્શન સ્કૂલ નો 17મો વાર્ષિકોત્સવ ઉજવાયો હતો અને છાત્રોએ 29 સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી. તેમજ પિરામિડ પણ રજૂ કરાયા હતા.કાર્યક્રમને અંતે શાળા પ્રમુખ ભૂપેન્દ્રભાઇ વિઠલાણીએ ઉપસ્થિત મહેમાનોને મોમેન્ટો આપી આભાર વિધી કરી હતી આ પ્રસંગે માનસિહભાઈ પરમાર, પિયુષભાઈ ફોફંડી, એચ.કે.વાજા, મોહનભાઈ વૈધ, સંજયભાઇ તન્ના, નિલેશભાઈએ વિઠલાણી ઉપસ્થિત રહ્યા હતા.SSC બોર્ડમાં શાળામા પ્રથમ તથા સમગ્ર બોર્ડ મા ત્રીજા ક્રમાંકે ઉતિર્ણ થનાર સિધ્ધપુરા દેવનું ટ્રોફી આપી સનમાન કરાયું અને જેઠવા પ્રિન્સ ને ધોરણ -10 માં સામાજિક વિજ્ઞાનવિષયમાં 100 માંથી 100 ગુણ મેળવવા બદલ રૂ. 5000 નો ચેક અપાયો હતો. 12 કોમર્સમાં બોર્ડમાં 10 મા ક્રમે ઉતીર્ણ થનાર સિધ્ધપુરા કૃણાલનું પણ સન્માન કરાયું હતું.
તેમજ 12 સાયન્સ માંથી ગુજકેટ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ આવનાર સુચર મહિપાલ, MBBS માં પ્રવેશ મેળવનાર વિઠલાણી ધ્યેય ને ટ્રોફી એનાયત કરાઈ હતી તથા સામાજિક વિજ્ઞાનના શિક્ષીકા સિધ્ધપુરા ડીમ્પલબેન રાજેશભાઈને પણ રૂ. 5000 નો ચેક આપી સન્માન કરાયું હતું. તેમજ ધોરણ 10 અને 12 બોર્ડમાં અવલ્લ નંબર પર આવેલ વિધાર્થીઓનું ટ્રોફી એનાયત કરાઈ હતી.
શહેરમાં નિસ્વાર્થ ભાવે જૂદી જૂદી સેવાના સમાજ શ્રેષ્ઠીઓ જેમાં કોરોના મહામારી માં જરૂરીયાતમંદોને ભોજનની અમૂલ્ય સેવા આપનાર નિલેશભાઈએ વિઠલાણી, હાર્દીકભાઈ ઠકરાર તેમજ નિખિલભાઈ રાજપોપટ તથા કોરોના કાળમા સ્મશાનમાં અવિરત સેવા આપનાર જેસલભાઈ ભરડા તેમજ વિવિધ ક્ષેત્રમા સેવા આપનાર સેવાભાવી અગ્રણી ભાવેશભાઈ ચોમલ, આજના આ સમયમાં એક સાથે 26 સભ્યો સાથે રહેનાર પરીવારના સદસ્ય નરેન્દ્રભાઈ બામણીયાને પણ સન્માનીત કરાયા હતા. તેમજ સ્મૃતી ચંદ્રક અને 5000 રૂપિયાનો ચેક આપી બીમાર, અશક્ત, અપંગ ગૌમાતાની સેવા કરનાર જય સોમનાથ ગૌ સેવા– વેરાવળ તેમજ જય દ્વારકાધીશ ગૌ સેવા હોસ્પિટલ શાંતીપરાનું માનવંતા મહેમાનોના હસ્તે સન્માન કરાયું હતું. } તસવીર - તુલસી કારીયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.